તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેરમાં પિત્તળના 4 બિસ્કીટ અને દારૂની 72 બોટલ સાથે બે પકડાયા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બન્ને જણા નકલી સોનાના નામે ઠગાઇ કરે તે પહેલાં એસઓજીએ દબોચી લીધા

ભુજના રિલાયન્સ સર્કલ પાસે પિત્તળના બિસ્કિટ લઇ નખત્રાણાના કોટડા જડોદરમાં નકલી નોટો છાપવાના ગુનામાં પકડાયેલો ઇસમ છેતરપિંડીના ઇરાદે આવી રહ્યો હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે વોચ ગોઠવી પિત્તળના 4 બિસ્કીટ અને વિદેશી દારૂની 72 બોટલ સાથે ફરજ મોકુફ એક પોલીસ કર્મી સાથે તેને પકડી લઇ બે અલગ અલગ ગુના નોંધ્યા હતા.

નખત્રાણાના કોટડા જડોદરનો અમીત અમૃતલાલ સોની નામનો યુવક રામજી વાલજીભાઈ મારવાડા (રહે. જાંબુડી, ભુજ) નામના શખ્સ સાથે મળીને નકલી સોનાના નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવા ભુજ આવી રહોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેના પગલે એસઓજીની ટીમે સાંજે ભુજના મુંદ્રા રોડ પર રીલાયન્સ સર્કલ નજીક વોચ ગોઠવી મારૂતિ વેગન આર કારમાંથી બન્ને આરોપીને દબોચી લીધાં હતા. અમીત સોનીની અંગજડતીમાંથી પોલીસને પિત્તળના ચાર નંગ બિસ્કીટ મળી આવ્યાં હતા.

તો, કારમાંથી 25,200ની કિંમતની દારૂની 72 બાટલી મળી આવી હતી. એસઓજીએ કાર, દારૂ, મોબાઈલ ફોન વગેરે મળી 2.28 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સોંપી દઈ છેતરપિંડીના પ્રયાસ અને નશાબંધી હેઠળ બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલાની સૂચના માર્ગદર્શન મુજબ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજા, નરેન્દ્રસિંહ જેઠુજી ઝાલા, સુનીલ પરમાર વગેરે જોડાયાં હતા.

અમિત નકલી નોટમાં પકડાયો હતો, તો પોલીસ કર્મી રામજી દારૂ પી ને મારપીટ કરવાના કેસમાં થયો હતો સસ્પેન્ડ
વર્ષ-2016માં અમીત સોનીને એસઓજીએ જ ભુજના મુંદરા રોડ પર આવેલા એક મકાનમાં કલર પ્રિન્ટર પર નકલી નોટો કલર પ્રિન્ટર પર છાપતાં ઝડપ્યો હતો. જેમાં ભુજ કોર્ટે અમીત સોનીને સાડા ચાર વર્ષની કેદની સજા ફટકારી હતી. અમીત સોની સાથે ઝડપાયેલો જાંબુડીનો રામજી મારવાડા કચ્છ બહાર તપાસ કામે જતી વખતે દારૂ પીને મારપીટ કરવાના ગુનામાં રામજીને સસ્પેન્ડ કરી દેવાયો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો