RPF ટીમની કાર્યવાહી:લાકડિયા-શિવલખા રેલવે સ્ટેશન વચ્ચેથી કેબલ ચોરતા બે ઝડપાયા

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જયંતી અને નવીનકુમાર. - Divya Bhaskar
જયંતી અને નવીનકુમાર.
  • રેલવે પોલીસે પકડતા ચોરી કબુલી, 15 હજારના જામીન પર મુક્ત કર્યા

પુર્વ કચ્છમાં લાકડીયા થી શિવલખા રેલવે સ્ટેશન વચ્ચે રેલવેની પ્રોપટીમાં ચોરી કરતા બે શખ્સોને આરપીએફની ગાંધીધામ અને અમદાવાદની ટીમે ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓએ ગુનો કર્યાની કબુલાત આપી હતી.

આરપીએફના ડિવિઝનલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે આરપીએફ ઈન્સ્પેક્ટર ગાંધીધામ અને અમદાવાદ દ્વારા રચાયેલી સંયુક્ત ટીમ પુર્વ કચ્છમાં કેટલાક સ્થળો પર વાયર કાપવા અંગેની તપાસ ચલાવી રહ્યા હતા. જે માટે ભચાઉ તાલુકાના લાકડીયાના રહેવાસી જયંતિ ભીખભાઈ અને નવીનકુમાર મણીલાલ પાટડિયાની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી.

રેલવે પ્રોટેક્શન ફોર્સના સબ-ઇન્સ્પેક્ટર અનિલ કુમાર દ્વારા પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ મળ્યા નહતા. જેથી બન્નેની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ લાકડિયા અને શિવલખા રેલ્વે સ્ટેશન વચ્ચે કેટેનરી કોપર વાયર કાપ્યાનું સ્વિકાર્યું હતું. બંનેએ સ્વેચ્છાએ ગુનો કબુલતા ગાંધીધામ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા બે આરોપીઓને 15,000ના જામીન પર મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...