તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળ અશ્લીલ વીડિયો મુદ્દે બે યુવાનના ફોન FSLમાં મુકાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ પોલીસની તવાઇ જારી
  • પોલીસે ટીપ લાઇનના આધારે કરી કાર્યવાહી

ગાંધીધામના ખોડિયારનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ભારતનગર રહેતા યુવાનોના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય અપલોડ કરાયું હોવાની મળેલી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીપલાઇનના આધારે તપાસ કરી બન્નેના મોબાઇલ એફએસએલ માટે સ્થાનિક પોલીસે મુક્યા હતા.

એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મળેલી ટીપલાઇનના આધારે ખોડિયારનગરઝૂંપડપટ્ટીમાં રહેતા ગોપાલભાઇ ગીરધરભાઇ દેવીપૂજકના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય અપલોડ કરાયું હોવાની ટીપલાઇન મુજબ તપાસ કરતાં તેનો ભત્રીજો મનિષ દિનેશભાઇ દેવીપૂજક ઉપયોગ કરતો હોવાનું જાણવા મળતાં તેને આ બાબતે પુછપરછમાં તે સંતોષકારક જવાબ ન આપતાં તેનો ફોન એફએસએલ તપાસ માટે મોકલાયો હતો.

તો તે જ રીતે વોર્ડ-11/એ ભારતનગરમાં રહેતા પ્રકાશભાઇ રામજીભાઇ પાતારિયાનો મોબાઇલ પણ એએફએસએલ માટે મોકલાયો હતો. હાલ છેલ્લા ઘણા સમયથી સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા બાળ અસ્લિલ સાહિત્ય અપલોડ કરતા ઇસમો વિરૂદ્ધ તવાઇ જારી રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...