તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પૂર્વ કચ્છમાં એક જીવલેણ સહિત બે માર્ગ અકસ્માતના બનાવો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાણા પુલ નીચે ટ્રક ચાલક અજ્ઞાત યુવાનને ચગદી ફરાર

ભચાઉના જશોદાધામમાં રહેતા અને નાની ચીરઇ નજીક વરસાણા ચોકડી પુલ નીચે શાકભાજીનો વેપાર કરતા વિજયભાઇ સંતોષભાઇ વિશ્વાસે ભચાઉ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સવારે 11 વાગ્યે એક ટ્રક ચાલકે પગપાળા જઇ રહેલા આશરે 30 થી 32 વર્ષીય લાગતા અજ્ઞાત યુવાનને અડફેટે લેતાં ટ્રકના પાછળના ટાયર તેના ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો હોવાનું તેણે ભચાઉ પોલીસને જણાવ્યું હતું. વધુ તપાસ એ.કે. સોલંકી ચલાવી રહ્યા છે.

અંજાર પાસે કાર-ટેન્કર ટકરાતાં 2 ઘાયલ
અંજારનાતુરિયાવાડમાં રહેતા 27 વર્ષીય જયદીપ જયસુખલાલ પાટડીયા (સોની) તથા તેનો મિત્ર કિશન પ્રવીણભાઈ પલણ કાર મારફતે અંજારથી ભુજ જઈ રહ્યા હતા ત્યારે અંજારના પાવરહાઉસ પાસે પહોંચતા સામેથી એક ટેન્કર ચાલક પુર ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો તે જોઇ ફરિયાદીએ કાર સાઈડમાં કરી નાખી હોવા છતાં તેના સાથે ધડાકાભેર ટેન્કર કારમાં ટકરાતાં જેમાં ફરિયાદી યુવાનને પગના ભાગે ફ્રેક્ચર તથા તેના મિત્ર કિશનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...