તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટગામાં બંદૂકના ભડાકે સસલાનો શિકાર કરનાર બે શખ્સો ઝડપાયા

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 કિલો માંસ, બાઇક અને મોબાઇલ સહિત 25 હજારનો મુદ્દામાલ કબજે

રાપર તાલુકાના ટગા ગામની સીમમાં બંદૂકના ભડાકે વન્ય જીવ સસલાનો શિકાર કરનાર બે શિકારીઓને સ્થાનિક પોલીસે સસલાના માંસ સાથે પકડી લીધા હતા. આ બાબતે આડેસર પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે , ટગાની સીમમાં બંદૂકથી સસલાનો શિકાર બે ઇસમો કરી રહ્યા છે. આ બાતમીના આધારે દરોડો પાડી ટગાની સીમમાંથી ગામમાં જ રહેતા રજાક સુલેમાનભાઇ રાઉમા અને સિકંદર રસુલભાઇ ભટ્ટીને રૂ.5,000 ની કિંમતની સિંગલ નાળ વાળી દેશી બંદૂક, એક છરી અને 1 કિલો વન્ય જીવ સસલાના માંસ સાથે પકડી બાઇક તેમજ 2 મોબાઇલ સહિત કુલ રૂ.25,500 ના મુદ્દામાલ સાથે પકડી લઇ આર્મ્સ એક્ટ અને વન્ય જીવ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીએસઆઇ ગોહિલ સાથે કોન્સ્ટેબલ વિષ્ણુદાન ગઢવી, ભરતજી ઠાકોર, ગાંડાભાઇ ચૌધરી, ભાણજી પ્રજાપતિ અને નિકુલ ગોહિલ જોડાયા હતા. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. વાગડમાં શિકાર પ્રવૃતિ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હથિયારો રાખતા આવા ઇસમો વિરૂધ્ધ તવાઇ બોલાવી કડક કામગીરી કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...