ધરપકડ:મેઘપર (બો.) ની કંપનીના ગોદામમાંથી ચોરી કરનાર બે શખ્સો પકડી પડાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પોલીસે 12 હજારનો ચોરાઉ ભંગાર અને બોલેરો જપ્ત કર્યા

મેઘપર બોરીચીની ગોડાઉનમાંથી થયેલી ચોરીને અંજામ આપનાર બે તસ્કરોને પોલીસે પકડ લઇ રૂ.12 હજારની કિંમતનો ચોરાઉ ભંગાર અને બોલેરો સહિત 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે દિવસ પહેલાં નોંધાયેલી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

મેઘપર બોરીચીમાં રહેતા લાકડાના વેપારી સુશિલકુમાર ધરમપાલ ગર્ગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેઓ તા.5/11 ના રોજ પોતાના વતન હતા ત્યારે મેઘપર બોરીચી સીમમાં આવેલા તેમના નિલકંઠ ટ્રેડર્સના ગોડાઉનમાં રાખેલા રૂ.50,000 ની કિંમતનો લોખંડનો સામાન, એલઇડી લાઇટો તથા કેબલની ચોરી થઇ હોવાનું તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ લઇ બે ઇસમો પીક અપ ગાડીમાં કળશ સર્કલ બાજુથી બાયપાસ રોડ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી મુજબની બોલેરો પીક અપ ગાડી આવતાં તે રોકી તલાશી લેતાં તેમાં પડેલા લોખંડના ભંગાર બાબતે પુછપરછ કરતાં ગાંધીધામના ગણેશનગરમાં રહેતા સંજય ઇશ્વરભાઇ દેસાઇ અને નિતિન ગોવિંદભાઇ ધોરીયાએ કબૂલાત આપી હતી કે આ ભંગાર 15 દિવસ પહેલાં મેઘપર બોરીચીની કંપનીમાંથી ચોરી કર્યો હતો. પોલીસે રૂ.12,300 ની કિંમતના લોખંડની પ્લેટો અને એંગલો તેમજ બોલેરો ગાડી સહિત કુલ રૂ.2,12,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...