તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:‘દાક્તર’ બનીને જન આરોગ્ય સાથે ચેડાં કરતા વધુ બે બોગસીયા પકડાયા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસામેડીથી 1 ઝડપાયા બાદ મીઠીરોહર- કાર્ગોમાં પણ કાર્યવાહી
  • મીઠીરોહરથી 31 હજાર તો કાર્ગોના ઈસમથી 3 હજારનો મુદામાલ જપ્ત

ગાંધીધામમાં કોઇ ડિગ્રી વીના બની બેઠેલા ‘દાક્તરો’ પર પોલીસે લાલ આંખ કરીને મીઠીરોહર અને કાર્ગો પીએસએલથી બોગસ તબીબોને ઝડપી પાદ્યા હતા. એક દિવસ પહેલાજ વરસામેડીથી પણ પોલીસે આવાજ એક ફેક તબીબને ઝડપ્યો હતો. ગાંધીધામના મીઠીરોહર સીમમાં આવેલા લક્ષ્મણ ટીમ્બર્સની બહાર રોડ સાઈડમાં આવેલી દુકાનમાં બીલ્ટુ ચીતરંજન સમાજપતી (ઉ.વ.28) (રહે. હાલ પડાણા, મુળ વેસ્ટ બંગાળ) ડિગ્રી ના ધરાવતો હોવા છતાં દવાઓ આપતો હોવાની બાતમી મળતા આદિપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. આદિલ કુરેશીને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.

જ્યાંથી દવાઓ, ઈંજેક્શનો અને બાટલાઓ મળ્યા હતા. બાતમી અનુસારનો આરોપી બીલ્ટુની ચેમ્બરમાં કોઇ ડીગ્રીનું બોર્ડ ના જોવા મળતા પુછપરછમાં ધો. 12પાસ હોવાનું અને ત્યારબાદ પ્રાઈવેટ મેડીકલ પ્રેક્ટિસનો કોર્સ કર્યો હોવાનું, જે આધારે 7-8 વર્ષેથી ‘પ્રેક્ટીસ’ કરતો હોવાનું જણાવ્યું હતું. ટીકડીઓ, ઈંજ્કેશનો અને દવાઓ, ગ્લુકોઝના બાટલા, નીડર, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર અને રોકડ મળીને કુલ 31,156ની મતા જપ્ત કરી અટકાયત કરી હતી.

તો બી ડિવિઝન પોલીસે કાર્ગો પીએસએલ વિસ્તારમાં શેરી નં. 3માં શટર વાળી દુકાનમાં સરકારી મેડિકલ ઓફિસર મિતેશ એલ. દેવરીયાને સાથે રાખીને રેડ કરતા ડિગ્રી વિનાના બોગસ તબીબ ઈસ્લામ મણીકુલ હુશેનઅલી (ઉ.વ.35) (રહે. કાર્ગો પીએસએલ, મુળ પશ્ચિમ બંગાળ) ને સ્ટેથોસ્કોપ, ઈંજેક્શન સહિત 2990નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જેમાં પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ એન.આઈ. બારોટ, કીર્તિકુમાર ગેડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...