તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખીજડીયા પાટિયે બે બાઇક અથડાતાં 1 મોત, ચાર ઘાયલ

ગાંધીધામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મરણ પ્રસંગે જતાં પરિવારના મોભીનું મોત થતાં માતમ

રાપર તાલુકાના ભીમાસર નજીક ખીજડીયા પાટિયા પાસે તા.4/2 ના બે બાઇક અથડાયા બાદ એકનું મોત નિપજ્યું હતું તો બાળક સહિત ચાર ઘાયલ થયા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. કારૂડા ખાતે રહેતા 31 વર્ષીય રમીલાબેન વશરામભાઇ કોલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિયરમાં કાકાનું અવસાન થતાં તા.4/2 ના રોજ પતિ વશરામભાઇ અને પુત્ર અર્જુનને લઇ કારૂડાથી ભીમાસર બાઇક લઇને જઇ રહ્યા હતા.

તેઓ ખીજડીયા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ બાઇક ચલાવીને આવી રહેલા ભીમાસરના વિશાલભાઇ સુરાભાઇ સોઢાએ પોતાનું બાઇક તેમના બાઇકમાં અથડાવતાં તેમનો પરિવાર નીચે પડી ગયો હતો જેમાં તેમના પતિ વશરામને ગંભીર ઇજાઓ પહોંચી હતી , તેમને નાકના ભાગે અને માથાના ભાગે તેમજ તેમના પુત્ર અર્જુનને પણ માથામાં લાગ્યું હતું. અકસ્માત સર્જનાર વિશાલભાઇને પણ લાગ્યું હતું

પરંતુ તેઓ પોતાનુેં બાઇક લઇને નાસી ગયા હતા. તેમના પતિ વશરામને વધુ સારવાર માટે આદિપુર ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતોલ. પતિની અંતિમ ક્રિયામાં રોકાયેલા હોવાને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આડેસર પોલીસે અકસ્માત સર્જનાર વિશાલ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો