તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બે દરોડામાં 1.23 લાખના દારૂ સાથે મહિલા સહિત બે જબ્બે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના જુની અને નવી સુંદરપુરીમાં સરહદી રેન્જ પેરોલ ફર્લો સ્ક્વોડ અને એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડેલા બે દરોડામાં 1.23 લાખના વિદેશી દારૂ સાથે એક મહીલા સહિત બે આરોપીઓને દબોચી લીધા હતા, તો બે આરોપી દરોડા સમયે ફરાર રહ્યા હતા.

જુની સુંદરપુરીના શંકર ભગવાનના મંદિર પાસે રહેતા ભરત જેઠાલાલ પાતરિયાના મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં રૂ.72,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 192 બોટલો અને રૂ.4,800 ની કિંમતના બિયરના 48 ટીન મળી આવતાં તેની અટક કરી હતી, જો કે આ દરોડા સમયે અબ્દુલ લંઘા નામનો અન્ય આરોપી હાજર મળ્યો ન હતો. તો એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે જુની સુંદરપુરીમાં રહેતો ગોવિંદ બાબુભાઇ ધેડાએ તેના મકાનની સામે શક્તિનગરના મકાન નંબર – ડી/16 માં રહેતા લક્ષ્મીબેન લાલજીભાઇ આયડીને વિદેશી દારૂનો જથ્થો આપ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી રૂ.42,180 ની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે લક્ષ્મીબેન લાલજીભાઇ આયડીની અટક કરી હતી. જો કે ગોવિંદ બાબુભાઇ ધેડા હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...