મારામારી:ચાંદ્રાણીમાં નજીવી બાબતે છરી-ધોકા વડે થયેલી મારામારીમાં બે ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પક્ષે સામસામી નોંધાવેલી ફરિયાદમાં 5 સામે ગુનો નોંધાયો

અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નજીવી બાબતે બે પક્ષ વચ્ચે છરી અને ધોકા વડે મારામારી થઇ હતી જેમાં બે લોકો ઘાયલ થયા છે તો સામસામે નોંધાયેલી ફરિયાદમાં 5 વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

ચાંદ્રાણી પ્રાથમિક શાળા પાસે રહેતા 27 વર્ષીય દિનેશભાઇ ભચાભાઇ કોલીગત સાંજે સરકારી હોસ્પિટલ પાસે રહેતા ફુવાના ઘરે ગયા હતા.તેમના ઘર પાસે તેઓ તથા ફઇના દીકરા ધનજીભાઇ ઉભા હતા ત્યારે ગામમાં જ રહેતા કાસમ ઉર્ફે ભાલો મામદ કુંભાર તથા મામદ સુલેમાન કુંભારે આવીને કહ્યું હતું કે ફકીરા પબાનું મકાન અમે લઇ લીધું છે હવે તમારા કાકા કાથણભાઇનું મકાન પણ લેવાનું છે હવે તમે અમારી શેરીમાંથી નીકળી જાવ નહીંતર મારવા પડશે તેમ કહી કાસમ ઉર્ફે ભાલાએ તેમને લાકડાનો ધોકો ફટકાર્યો હતો તો મામદે છરી વડે જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી.

તોદ સામે પક્ષે સરકારી હોસ્પિટલ પાસે રહેતા કાસમ મામદભાઇ કુંભારે ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓગત સાંજે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ઘર પાસે ઉભા રહી દિનેશ ભચાભાઇ કોલી, ધનજી રામજી કોલી અને રામજીગગુભાઇ કોલી અંદરોઅંદર ગાળોબોલી માથાકૂટ કરી રહ્યાહતા જેમને તેઓએ મારા ઘર પાસે માથાકૂટ ન કરો કહેતાં દિનેશે તેમને તમાચો ઝીંકી દીધો હતો ત્યારબાદ ધનજી અને રામજીએ તેને પકડી રાખ્યો અને દિનેશે છરી મારવાનો પ્રયાસ કરતાં છરી પેટમાં સામાન્ય લાગી હતી રાડો રાડ થતાં તેમના બહેન તથા બાપુજી આવી જતાં ત્રણે ભાગી ગયા હતા. દુધઇ પોલીસે બન્ને પક્ષની ફરિયાદો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...