ક્રાઇમ:મીઠીરોહર પાસે બાળમજૂર રાખનાર 2 વેપારી સપડાયા કાયદાના સકંજામાં

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન, ચાની હોટલમાંથી ચાર બાળ શ્રમીકને મુક્ત કરાવ્યા

મીઠીરોહર પાસે પોતાની સંસ્થાનમાં બાળ મજુરો રાખી કાયદો તોડનાર વેપારી અને ચા ની હોટલના સંચાલક શ્રમ અધિકારીએ ટીમ સાથે પાડેલા દરોડામાં કાયદાના સકંજામાં આવ્યા છે. બન્ને જગ્યાએથી 4 બાળ શ્રમીકોને મુક્ત કરાવાયા હતા.

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વીગતો મુજબ, બાળ મજુર નિયમન અને પ્રતિબ઼ધ અધિનિયમ 1986 હેઠળ નિરિક્ષક ગાંધીધામ શ્રમ અધિકારી એચ.એમ.પટેલે ટીમ સાથે મીઠીરોહર મારૂલ કોમર્શીયલ શોપ નંબર 8 માં આવેલી મીતલ એન્ટરપ્રાઇઝમાં તેમજ કચ્છ આર્કેડમાં આવેલી શ્રી દેવનારાયણ ટી સ્ટોલ પર તેમને મળેલી બાતમીના આધારે દરોડો પાડી 4 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા અને ભુજના બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી દેવાયા હતા.

જ્યારે કાયદો તોડનાર મીતલ એન્ટરપ્રાઇઝના અંજારના કાતરિયા મોહન શામજીભાઇ અને શ્રી દેવનારાયણ ટી સ્ટોલના કલ્યાણસિંઘ ગુણેસિંઘ સૌજન વિરુધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે બાળ મજૂર પ્રતિબ઼ધ અને નિયમ અધીનિયમની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. આ દરોડામાં શ્રમ અધિકારી પટેલ સાથે એનસીએલડીના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.કે.ચારણ, પ્રોગ્રામ મેનેજર એ.બી.મહેતા, બીઆરપી એસ.પી.પંચાલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના જગદિશ વણકર, એ-ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ સુલેમાન ઓસમાણ તથા બી-ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરત પ્રજાપતિ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...