ક્રાઇમ:આંબલિયારા પવનચક્કીમાંથી 34 હજારનો કેબલ ચોરનાર બે પકડાયા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી 23 હજારનો કેબલ રિકવર કર્યો

ભચાઉ તાલુકાના આંબલિયારા સીમમાં આવેલી પવનચક્કીમાંથી રૂ.34 હજારના કેબલની ચોરી કરનાર શિકારપુરના બે આરોપીઓને સ્થાનિક પોલીસે પકડી લઇ પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ.23 હજારનો કેબલ રીકવર કર્યો હતો. આ બાબતે પીએસઆઇ એ.વી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના આંબલિયારા ગામની સીમમાં આવેલી પવનચક્કી નંબર એસ-102 માંથી રૂ.34,000 ની કિંમતનો કોપર કેબલ ચોરી થયો હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાઇ હતી.

આ ફરીયાદ નોંધાયા બાદ પોલીસ મથકની ટીમ સતત વોચમાં હતી તે દરમિયાન બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર શિકારપુરના આદમ સુલેમાન ત્રાયા અને સલીમ નૂરમામદ કોરેજાને પકડી લઇ તેમના પાસેથી ચોરી કરેલા કેબલ પૈકી રૂ.23,400 ની કિંમતનો કેબલ રિકવર કરી વધુ પુછપરછ હાથ ધરાઇ છે. આ કામગીરીમાં પીએસઆઇ સાથે સામખિયાળી પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...