તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભચાઉથી કારમાં અંજાર લવાતા 42 હજારના દારૂ સાથે 2 પકડાયા, ખોખરામાં 74 હજારનો દારૂ-બિયર મળ્યો :બે આરોપી છૂ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અંજાર શહરે અને તાલુકામાં દારૂના બે દરોડામાં 1.16 લાખના શરાબ સાથે બે જણની ધરપકડ કરી હતી, જ્યારે બે આરોપીઓ હાથ લાગ્યા ન હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગત રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ભચાઉ તરફથી આવતી એસએક્સ-4 કારમાં દારૂનો જથ્થો ભરાઇને વિજયનગર આવી રહ્યો છે. તેના આધારે યોગેશ્વર ચોકડી પાસે વોચ ગોઠવતાં એક કારમાંથી રૂ.42,750 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 114 બોટલો સાથે અંજારના હિતેન્દ્રસિંહ જોરૂભા વાઘેલા અને અનવરહુસેન પીંજારાની અટક કરી કાર તથા ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. 2,68,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીએ દારૂનો જથ્થો ભચાઉના ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજાએ ભરાવેલો હોવાનું જણાવતાં તેના વિરૂધ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.દરમિયાન તાલુકાના ખોખરામાં જયરાજસિંહ ઉર્ફે જેપી પદુભા જાડેજા અને ભારમલ શવજીભાઇ કોલી વિદેશી દારૂનો જથ્થો મગાવી વેંચાણ કરે છે અને આ જથ્થો જયરાજસિંહ ઉર્ફે જેપીની વાડીમાં રખાયો છે. આ બાબતીના આધારે વાડીમાં દરોડો પાડી જમીન ખોદતાં રૂ.67,550 ની કિંમતના વિદેશી શરાબની 193 બોટલો અને રૂ.6,600 ની કિંમતના બિયરના 66 ટીન મળી કુલ રૂ.74,150 નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ બન્ને આરોપીઓ દરોડા સમયે હાજર મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો