તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાદરગઢ પાસે જાપ્તામાંથી હત્યાના બે આરોપી ફરાર

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપર કોર્ટમાં હાજરી આપી પરત આવતા ઘટના બની

રાપર તાલુકામાં પ્રેમિકાને ઝેર પીવડાવી 6 મહિના પહેલાં હત્યા કરનાર અને બીજા જ દિવસે દારૂ મુદ્દે મારામારીની ઘટનાને અંજામ આપનાર બે આરોપી પોલીસ જાપ્તા સાથે રાપર કોર્ટમાં હાજર થયા બાદ પરત ફરતી વખતે પોલીસ જાપ્તામાંથી બાદરગઢ પાસેથી ફરાર થઇ જતાં બેડામાં દોડધામ મચી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, તા.13/3 એટલે કે છ માસ પહેલાં રાપરના કારુડા રહેતા સુખદેવ રામસંગ ઉર્ફે રામસિંહ કોલી અને તેના સાગરિત ખેડુકાવાંઢના તુલસી ઉર્ફે તુલા બાબુભાઇ કોલીએ સુખદેવની પ્રમિકાને રત્નેશ્વર ખાતે ઝેર પીવડાવી કલ્યાણપરના બસ સ્ટેશન પાસે ફૈકી હત્યાને અંજામ આપ્યો હતો અને તેના બીજા જ દિવસે કારૂડા ખાતે શાળાની બાજુમાં દારુ પીવાની ના પાડનાર 39 વર્ષીય સામાભાઇ ભોજાભાઇ કોલીને તા.6/3 ના રોજ લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી.

આ બન્ને આરોપીને પોલીસે પકડી લીધા બાદ બન્ને ગળપાદર જેલ ધકેલી દેવાયા હતા. આજે રાપર કોર્ટની તારીખ હોતાં બન્ને આરોપીઓને પોલીસ જાપ્તા સાથે રાપર કોર્ટ લઇ જવાયા હતા. ત્યા઼થી પરત ફરતી વખતે આરોપીએ ઉલ્ટી થતી હોવાની ફરીયાદ કરતાં બાદરગઢ પાસે વાહન ઉભું રાખી પાણીની વ્યવસ્થા કરાઇ રહી હતી તે દરમિયાન બન્ને આરોપી પોલીસ જાપ્તાને થાપ આપી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. હાલ તો પોલીસ આ બન્ને આરોપીઓને પકડવા ધંધે લાગી છે. પરંતુ આખો પોલીસ જાપ્તો હોય અને હત્યાનો આરોપી ફરાર થાય એ ગંભીર ઘટના કઇ રીતે બની એ પણ આશ્ચર્યજનક બાબત છે. જવાબદાર પોલીસ કર્મી વિરૂધ્ધ પગલા ભરાશે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...