તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘લોકદરબાર’ માત્ર ‘બેઠક’ બન્યો:વ્યાજખોરીથી ત્રાસેલા 25 લોકોએ ન્યાય માંગ્યો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરીને ડામવા દર મહિને આ પ્રકારે લોકોની રજુઆતો સાંભળવાનું નક્કી કરાયું
  • પૂર્વ કચ્છના એસપીએ લોકોની ફરિયાદ સાંભળી

પશ્ચિમ કચ્છમાં વ્યાજખોરીને ડામવા વ્યાજના વિષ્ચક્રમાં ફસાયેલા લોકો માટે લોક દરબારનું આયોજન કરાયા બાદ પૂર્વ કચ્છમાં પણ આ રીતનું લોક દરબારનું આયોજન કરાયું હતું પરંતુ આ લોકદરબારમાં પત્રકારોને હાજર ન રખાતાં આ લોકદરબાર બેઠક બન્યો હતો. આ બેઠકમાં વ્યાજખોરીથી ત્રાસેલા 25 લોકોએ પૂર્વ કચ્છ એસપીને રજુઆતો કરી હતી.

વ્યાજખોરીની બદી સદંતર નાબુદ કરવા માટે સરહદી રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયાના માર્ગદર્શન હેઠળ પુર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં વ્યાજખોરોના ચક્રવ્યુહમાં જે લોકો ભોગ બનેલ હોય તેઓ પોતાની રજુઆત રૂબરૂમાં નિર્ભય રીતે કરી શકે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર પાટીલ આજે બપોરે એસપી કચેરી લોક દરબારનુ આયોજન કરવામા આવ્યું હતું.

બપોરે 12 થી 3 વાગ્યા સુધી કરાયેલા આયોજનમાં એસપી મયુર પાટીલની અધ્યક્ષતામાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા,ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા હાજર રહ્યા હતા. આ લોકદરબારમા 25 અરજદારો દ્વારા પોતાની રજુઆતો કરવામા આવી તેમજ દરેક અરજદારોને રૂબરૂમા એક પછી એક સાંભળી તમામ અરજદારોની રજુઆતો નો નિકાલ કરવા ખાતરી આપવામા આવેલ તેમજ વ્યાજ ખોરીમાં ફસાયેલ અરજદારોની રજુઆત ધ્યાને લઇ તાત્કાલીક આવી મેટરમાં જરૂરી પુરાવા મેળવી એફ.આઇ.આર.દાખલ કરવા નાયબ પોલીસ અધિક્ષક તથા તાબાના થાણા અધિકારીઓને સુચના આપવામા આવી હતી. તેમજ અમુક અરજદારો દ્વારા વ્યાજના પૈસા લીધા હોય અને તેની અવેજમાં ચેક આપેલ હતા જે બાબતે પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા થાણા અધિકારીઓને સુચના કરવામા આવી હતી. તેમજ વ્યાજખોરી ડામવા માટે મહિનામાં એક વાર લોક દરબારનુ આયોજન કરવામા આવશે તેવું નક્કી કરાયું હતું.તેમજ આ પ્રકારના વ્યાજખોરીના કોઇ પણ કિસ્સા ધ્યાનમા આવે કે અરજદાર પોલીસ સ્ટેશન આવે તો તાત્કાલિક એક્શન લઇ કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સુચના કરવામા આવી હતી. આવી બદી સદંતર નાબુદ થાય તે માટે વધુમાં વધુ નાગરિકો પોલીસ ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે અપીલ કરવામા આવી હતી. આ પોલીસે આપેલી વિગતો બાદ સવાલ એ ઉભો થાય છે લોકદરબારમાં જે રીતે પશ્ચિમ કચ્છ પોલીસે પત્રકારોને પણ સામે રાખી આયોજન કર્યું હતું તો પૂર્વ કચ્છમાં શા માટે પત્રકારોને માત્ર વિઝ્યુઅલ અને ફોટોગ્રાફી કર્યા બાદ હાજર ન રાખવામાં આવ્યા ? ખેર આ તો આયોજન કરનાર જ કહી શકે પરંતુ તર્ક વિતર્ક જરુર ઉભા થયા છે.

અમુક પોલીસ કર્મીઓ પણ વ્યાજના ધંધામાં સામેલ હોવાનું બહાર આવી ચૂક્યું છે
વ્યાજખોરીના ધંધામાં ભૂતકાળમાં અમુક પોલીસ કર્મીઓ પણ સંડોવાયા હોવાનું બહાર આવી ચુક્યૂં છે , મસ મોટા વ્યાજ વસૂલતા આ વ્યાજખોરો જરૂરિયાતમંદ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી ધાક ધમકી કરતા હોવાની પણ રાવ ઉઠી ચૂકી છે. ત્યારે આજે આયોજન લોક દરબારનું કરાયું જેમાં દરેક લોકોને રજુઆત કરવાની છૂટ હોય છે પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં જે ખરેખર લોકો માટે અવાજ બને છે એ પત્રકારોને જ હાજર ન રહેવા જણાવાયું તે આશ્ચર્યજનક બાબત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...