તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની નવી રણનીતિ:નાળા પરના દબાણને બચાવવા ‘વળાંક’ !

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુંદરપુરી - Divya Bhaskar
સુંદરપુરી
  • ઓસ્લો, સુંદરપુરી પાસે વરસાદી નાળાઓ પરથી દબાણ હટાવવાની જગ્યાએ પાલિકાએ હાથ ધરી નવી રણનીતિ
  • અગાઉ રોડ નિર્માણમાં પણ દબાણ દુર ન કરવા પણ દબાણ શાખાએ માર્ગોને ટર્ન મરાવ્યા હતા

ગાંધીધામમાં વરસાદી નાળા એવો પ્રશ્ન છે જે દરવર્ષે ચોમાસાના આગમન સાથે ચર્ચાનો વિષય બને છે. ગયા વર્ષે કરોડો રુપીયા પાલિકાએ વરસાદી નાળાના સમારકામ અને નવનીર્માણમાં નાખ્યા બાદ આ વર્ષે પણ તેનું કાર્ય આગળ ધપતા તેમાં કેટલાક અલાયદા નિર્ણયો જોવા મળ્યા હતા. સુંદરપુરી ત્રણ રસ્તા પાસે શૌચાલય સહિતના દબાણને બચાવવા નાળાને વળાંક અપાયો હતો, આવીજ રીતે ઓસ્લો પાસેના નાળા પર નિર્મીત શૌચાલયની અવગણના કરાઈ હતી.

ગાંધીધામમાં નજીવા વરસાદમાં માત્ર આંતરીક વિસ્તારોમાં નહિ, પરંતુ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર થી લઈને સતત ધમધમતા ટાગોર રોડ સુધી પાણીના ઘુંટણ સમા પાણી ભરાઈ જવાથી સંપુર્ણ શહેરમાં વરસાદી લોકડાઉન લાગી જવા જેવી પરિસ્થિતિઓ દર વર્ષે ઉભી થઈ રહી છે. દર વર્ષે લાખો રુપીયા વરસાદી નાળાની સફાઈમાં, અને ગત વર્ષોમાંથી 15 કરોડ જેટલો જંગી ખર્ચે માટે નાળા નિર્માણમાં કરાયો હતો.

લોકોના પૈસે થતા આ તમામ ખર્ચે લોકોની સમસ્યાઓ ઓછી થતી દેખાતી ન હોવાથી નાગરિકોમાં રોષની લાગણી ભભુકી રહી છે. અગાઉ જનતા કોલોનીમાં અનેક રજૂઆતોને ધ્યાને ન લઇને સત્તાવાર પ્લોટોમાં 10થી વધુ બોર તોડી બીજી તરફ ગેરકાનૂની વ્યવસ્થાને બચાવવા રોડને ટર્ન અપાયો હતો.

વરસાદી પાણીના વહેણ ને ન રોકવા સુપ્રીમ કોર્ટ પણ આપી ચૂક્યું છે આદેશ
તજજ્ઞોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના વહેણને રોકવા કે તેના માટે બાધારુપ બાંધકામ થવા અંગે સુપ્રીમ કોર્ટ, એનજીટી દ્વારા અપાયેલા જજમેન્ટ અનુસાર તેના માર્ગમાં કોઇ બાધા રાખવી ન જોઇએ અને તેને વહેવા દેવું જોઇએ. તો ગાંધીધામની સ્થાપના સમયે તેના પ્લાનિંગ અનુસારના નાળાઓમાંથી કેટલાક તો વિલુપ્ત થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠતી રહી છે.

શૌચાલયો તો પહેલાથી હતા, વરસાદી નાળા હવે બન્યાઃ ચીફ ઓફિસર
ગાંધીધામના ચીફ ઓફિસર દર્શનસીંહ ચાવડાને આ અંગે પુછતા તેમણે જણાવ્યું કે શૌચાલયો પહેલાથીજ હતા, વરસાદી નાળા ત્યારબાદ બન્યા છે. જેના કારણે તેને હટાવવાનો પ્રશ્ન નથી. તો કેટલાક દબાણો શ્રદ્ધાનો વિષય હોવાથી અને હાલ ચોમાસુ નજીક હોવાથી નાળાઓને તે અનુસાર ટર્ન કરાયા છે. જોકે તેમની ડેપ્થ વધારી દેવાઈ છે, જેથી પાણીનો નિકાલ સામાન્ય નાળા જેટલોજ થશે.

રેલવે નાળા પર કેબિનોના નિર્માણથી પ્રશ્નો
રેલવે કોલોની પાસેથી પસાર થતા નાળા પર કન્ટેનર માર્કેટના નિર્માણને અપાયેલી અનધીકૃત પરવાનગી પર પ્રશ્નો ઉઠતા રહ્યા છે, ત્યારે સામાન્ય જન માટે કરાયેલા નિર્ણયના દાવાની ઓથમાં પણ પોતાના આર્થિક હિતો અને રાજકીય રોટલા શેકાયા હોય તેવો સુર ઉઠવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહિ પહેલા જેટલી દુકાનો હતી, તેનાથી પણ વધુ કેબીનોનું નિર્માણ કરાયું, જેમાં જુના અધિકારીઓ અને રાજકીય લોકોએ વધારાયેલી કેબિનોમાં ભાગબટાઈ કરી હોવાની ચર્ચા છે. ત્યારે આ અંગે ઉચ્ચ સ્તરેથી તપાસનો આદેશ અપાય તેવી માંગ પણ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...