તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:તુણામાં કામની તકરારે બસમાં છરીના ઘા ઝીંક્યા

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારીએ મુકાદમને ફરિયાદ કરી હતી
 • જાનથી મારી નાખવાની પણ ધમકી આપી

તુણા પોર્ટમાં કામ કરી કર્મચારીએ નિશ્ચિંત કામ માટે જણાવ્યા છતાં તે ના કરતા તેના મુકાદમને જાણ કરી હતી. જેનો રોષ રાખીને આરોપીએ છરીના ઘા માર્યા હતા.

કંડલા મરીન પોલીસ મથકે મોહલાલ ચૌધરીએ અસગર કાસમ મુગરાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે તેવો તુણા અદાણી પોર્ટમાં ડ્રાય કાર્ગો વિભાગમાં એસોસીએટ તરીકે નોકરી કરે છે. જેમણે બપોરના હિટાચી મશીનને વેસલમાંથી બહાર કાઢવા બેલ્ટ માટે મોહમદ અને અસગરને કહ્યું હતું. પણ તે માનેલા નહતા, જેની જાણ મુકદમને કરી હતી. દરમ્યાન સાંજના બસમા શિણાય જવા તેવો નિકળ્યા ત્યારે તુણા સ્ટેશને અસગર ચડ્યો હતો, જેણે મારી ફરિયાદ મુકદમને કેમ કરી? કહીને છરીના ઘા મારવા માંડ્યા હતા. ત્યારબાદ બસમાં રહેતા અન્યો વચ્ચે પડતા તે ચાલ્યો ગયો હતો અને જતા જતા અત્યારે બધા હતા એટલે બચી ગયો, હવે મળીસ તો મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. બસ ડ્રાઇવર તેમને આદિપુરની હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે માથામાં, સાથળમાં, બાવડામાં ટાંકા લીધા હતા અને સારવાર આપી હતી. કંડલા મરીન પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો