ચોરીની આશંકા:6 લાખના ઘઉં લઈને રતલામથી ગાંધીધામ આવતી ટ્રક ગાયબ!

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના રાવટીથી છ લાખની કિંમતનો ઘઉંનો જથ્થો લઈને ગાંધીધામ આવવા નિકળેલી ટ્રકનો એક મહિનાથી કોઇ પતો ન લાગતા આખરે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ટ્રકમાં 255 ક્વીટલ ઘઉંનો જથ્થો હતો.

એમપીના રતલામના વેપારી અભય કિશનલાલે ચતરએ પોલીસમાં જણાવ્યું કે રાવટીની અનાજ મંડીથી ખેડુતોથી અનાજ ખરીદીને બહાર વેપારીઓને મોકલવાનું કામ કરેછે. 19 ઓક્ટોબરના આમાનો ઘઉંનો જથ્થો ગાંધીધામની સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઈઝને મોકલવા માટે બાસંવાડાના પ્રતાપગઢ રોડ પર સ્થિત હરિયાણા ગુજરાત ટ્રાન્સપોર્ટ સાથે વાત કરી હતી. બે વાર અગાઉ પણ તેમણૅ આજ વ્યવસ્તા થકી જથ્થો મોકલ્યો હતો.આ પ્રકરણમાં પણ ટ્રાન્સપોર્ટમાં 255.45 ક્વીટલ ઘઉંનો જથ્થો ભરવામાં આવ્યો હતો. માલ ખરીદનારના નામે 5.74 લાખનું બીલ બનાવાયું, તો ડ્રાઈવરને બીલ, બીલ્ટી આપીને25 હજારનું ડીઝલ ભરાવીને રસ્તાના ખર્ચા માટે 10 હજાર આપીને ગાંધીધામ માટે રવાના કરી હતી. આ પ્રકારની કુલ ત્રણ ટ્રકો મોકલાઈ હતી, જેમાંથી બે પહોંચી ગઈ, પરંતું એક પહોંચી નહતી. વ્યાપારીનું કહેવું છે ટ્રાન્સપોર્ટર ભુષણ ત્રિપાઠી બહાના બનાવીને પુરતો સહયોગ નથી આપી રહ્યા. ટ્રક ચાલક તાલીદ રુઈ હોવાનું જાણવા મળે છે. નોંધવુ રહ્યું કે આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહી છે. એક્સપોર્ટ કરવા ઈચ્છતા કાર્ગોને સમગ્ર દેશથી ગાંધીધામ મોકલવામાં આવે છે, જે કાર્ગોમાંથી રસ્તામાં ચોરી કરવાના કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...