રોજિંદી સમસ્યા:ઠેર ઠેર માર્ગો પર પથરાયેલા રહેતા રો-મટીરીયલથી આવાગમનમાં પરેશાની

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9-એજી, ભારતનગર સહિત શહેરભરમાં જોવા મળતી પરિસ્થિતિ
  • ઉપયોગ બાદ પણ વધેલો સામાન જેમનો તેમ રાખી દેવાતા હોવાની રાવ

બાંધકામ સમયે ઉપયોગમાં લેવાતા રો મટીરીયલને રાખવા અને તેના ઉપયોગ બાદ તેનો નિકાલ કરવા માટે અન્યો માટે સમસ્યા પેદા ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા તંત્ર દ્વારા નિર્દેશીત છે. પરંતુ તે તમામના પાલનની દિશામાં કદી કોઇ પ્રેરણા કે કાર્યવાહી ગાંધીધામમાં કરાઈ હોય તેવું પ્રતિત થતું નથી. પરીણામ સ્વરુપ શહેરભરમાં અવાર નવાર માર્ગો પર આવી પરિસ્થિતિ જોવા મળે છે.

રોડ પર રેતી પડેલી રહેતી હોવાથી દ્રી ચક્રી વાહનોના સ્લીપ થઈ જવાના બનાવો પણ બને છે, તો કામ પત્યા બાદ વધેલા રો મટીરીયલના નિકાલ કરવાની તસ્દી પણ મહતમ કિસ્સાઓમાં લેવાતી નથી ત્યારે આ અંગે નીતી નિયમો શું છે તે અંગે લોકો સુધી માહિતી પહોંચાડાય અને તેના પાલન માટે જરૂરી પગલા પણ લેવાય તે જરૂરી બન્યું છે.

સપનાનગર જતા માર્ગે વાહનો માટે જોખમી રીતે પથ્થરનો મલબો નખાયો
ઈફ્કોથી ડીપીએ એક્ઝીબીશન ગ્રાઉન્ડ વચ્ચે સપનાનગર જતા સીંગલ પટ્ટી રોડ પર પથ્થરનો મલબો એ રીતે નાખી દેવામાં આવ્યો હતો, કે તેના પથ્થરો રોડ પર પડેલા હતા. આ માર્ગ નાનો છે અને ભારે ટ્રાફિક રહે છે, ઉપરાંત અહિ સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ સીમીત છે ત્યારે આ મોટા અકસ્માતનું કારણ બની શકે તેમ હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. મલબાને જ્યાં કે ત્યાં ફેંકી દેવાની વૃતિ ગાંધીધામ માટે વર્ષોથી મોટી સમસ્યા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...