તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીધામમાં બેટરી અને લેપટોપ ચોરતી ત્રિપુટી પકડાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે લેપટોપ, 1 બેટરી મળી 60,900 નો મુદ્દામાલ કબજે કર્યો

ગાંધીધામમાં જુદા જુદા વિસ્તારોમાંથી લેપટોપ અને બેટરીઓની ચોરી કરતી ત્રિપુટીને બે લેપટોપ અને એક બેટરી મળી કુલ રૂ. 60,900 ના ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી એ -ડિવિઝન પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.

આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુનાઓના ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને અને કોન્સ્ટેબલ જગદિશભાઇને હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારે ખોડિયારનગર દશામાના મંદિર પાસે રહેતા નવિન સોમા રાકુચા(દેવીપૂજક) નાઘરેથી નવિન, ક્રિશ્ના કીશન દેવીપૂજક અને ગોપાલ ગોવિંદભાઇ દેવીપૂજકને ચોરાઉ રૂ.8,400 ની કિંમતની એક બેટરી, રૂ.22,500 ની કિંમતનું અને રૂ.30,000 નું એમ બે લેપટોપ સહિત કુલ રૂ.60,900 ના મુદ્દામાલ સાથે પકડી લઇ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી લીધા હતા. પીઆઇ ઝાલાએ જણાવ્યું હતું કે, આ આરોપીઓ વિન્ડો એસી હટાવી ઓફિસ કે મકાનમાં પ્રવેશ કરી ચોરીઓને અંજામ આપતા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે ઓસ્લો નજીક એક વકીલની ઓફિસમાંથી પણ લેપટોપ અને રોકડ રકમ ચોરી થઇ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ ચોરીઓના ભેદ ઉકેલાય તેવી આશા પોલીસે વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...