તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:નબળા પરિણામનું લાગી આવતાં અંતરજાળના છાત્રનો ગળે ફાંસો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોર્ડના રિઝલ્ટની પધ્ધતિ હોંશિયાર વિદ્યાર્થી નથી સ્વીકારતા
  • પરિવાર અને શિક્ષણ જગતમાં આધાત અને શોકનું મોજું ફરી વળ્યું

હાલ જ્યારે કોરોના મહાારીને કારણે બોર્ડના વિદ્યાર્થિઓને માસ પ્રોશન આપી દેવાયું છે જેાં આગલા ધોરણના માર્કને ગણી આ રિઝલ્ટ અપાયું છે જેમાં અંતરજાળના વિદ્યાર્થીએ નબળા પરિણામનું લાગી આવતાં ગળે ફાંસો ખાઈ લીધો હોવાની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે.

આ બાબતે આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ,અંતરજાળના વિનાયકનગરમાં રહેતા 17 વર્ષીય વરૂણ ગણપતિ ગેમતીએ ગત મધરાત્રે 1 વાગ્યા થી પરોઢે 5 વાગ્યા દરમિયાન પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ રામબાગ હોસ્પિટલના તબીબે પોલીસને કરતાં પ્રાથમિક તપાસમાં આ 17 વર્ષીય વિદ્યાર્થીએ નબળા પરિણામનું લાગી આવતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાને કારણે સરકારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને નવમા ધોરણની પરિક્ષાના ગુણના આધારે ટકાવારી આપી માસ પ્રમોશન અપાયું છે અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને 11 મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે માસ પ્રમોશન અપાયું છે.

આ પધ્ધતિ મુજબ અનેક હોશિયાર વિદ્યાર્થીઓ કે જેમણે બોર્ડની પરિક્ષા માટે તાડામાર તૈયારી કરી હતી તેમને ઓછા ટકા આવ્યા હોવાનું પણ જોવા મળ્યું છે. ત્યારે અંતરજાળનાવિદ્યાર્થીએ ભરેલા અંતિમ પગલાને કારણે હાલ પરિવારમાં આઘાત સાથે માતમ છવાયો છે. શિક્ષણ જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. આદિપુર પીએસઆઇ એચ.એસ.તિવારી આ ઘટનામાં વધુ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...