તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ટ્રાન્સપોર્ટ કર્મચારી ખોટી રસીદ આપી 35 લાખ ચાઉં કરી ગયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી, મંદી સાથે વિશ્વાસઘાતીઓ સામે ઝઝૂમતો ઉદ્યોગ

ગાંધીધામ સ્થિત ટ્રાન્સપોર્ટ કંપનીની બ્રાન્ચ ઓફિસના કંટ્રોલર ઓફિસર ગ્રાહકોને મેન્યુઅલ રિસિપ્ટ બંધ થઇ ગઇ હોવા છતાં સાચા તરીકે બતાવી ભાડાના રૂપિયા ઉઘરાવી રૂ.35.25 લાખ ચાઉં કરી ગયો હોવાની ફરિયાદ કંપનીના રિજ્યોનલ મેનેજરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

અમદાવાદ સ્થિત જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની રિજ્યોનલ ઓફિસના મેનેજર વરૂણભાઇ બલદેવસિંહ ગંભીરે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, કંપનીમાં મેન્યુઅલ રિસિપ્ટ બંધ થઇ ગઇ હોવા છતાં ગાંધીધામની તેમના ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ ઓફિસમાં કંટ્રોલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભુજના પરાક્રમસિંહ કિશોરસિંહ જાડેજાએ તા.1/8/2020 થી તા.27/7/2021 દરમિયાન તેમની કંપનીના ગ્રાહકોને મેન્યુઅલ રિસિપ્ટને સાચી ગણાવી ભાડાની રકમ લઇ લીધા બાદ કંપનીના સોફ્ટવેરમાં પેન્ડિંગ બતાવી તેમજ એક કંપનીના ભાડાના પૈસા બીજી કંપનીના નામે ઉધારી રૂ.35,25,532 પોતાના અંગત ફાયદા માટે વાપરી ઉચાપત કરી ફરિયાદી અને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

હાલ આ ઘટનાને કારણે વધુ એક ટ્રાન્સપોર્ટ કંપની વિશ્વાસઘાતનો ભોગ બની છે. છેલ્લા ઘણા સમયથી કોલસામાં અમુક ગેંગ દ્વારા ભેળસેળ કરી ટ્રાન્સપોર્ટરોને નુકશાન પહોંચાડાઇ રહ્યુ઼ છે, કંપનીમાંથી લોડ કરવામાં આવેલી ગાડીઓ નિયત જગ્યાએ ન પહોંચાડી વિશ્વાસઘાત કરાઇ રહ્યા છે ત્યારે એક તરફ વધતા પેટ્રોલ ડિઝલના ભાવ, મંદી કોરોનાની માર વચ્ચે હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિશ્વાસઘાતીઓ સામે પણ ઝઝૂમી રહ્યો હોવાની ચિત્ર ઉપસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...