અકસ્માત:ગાગોદર પાસે ડમ્પર ટ્રેઇલરમાં અથડાતાં ક્લીનરનું કરૂણ મોત

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાઇ ગયેલા ડમ્પર ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો

રાપર તાલુકાના ગાગોદર પાસે ઉભેલા ટ્રેઇલરમાં ડમ્પર અથડાતાં ડમ્પરમાં સવાર ક્લીનરનું મોત નિપજ્યું હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. મુળ રાજસ્થાન બીકાનેરના ટ્રેઇલર ચાલક રાજકુમાર રામેશ્વરલાલ જાટે નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, તેઓ ટ્રેઇલરમાં મોરબીથી કોલસો ભરી રાજસ્થાન ખાલી કરવા નિકળ્યા હતા.

રાત્રે બે વાગ્યાના અરસામાં રાધનપુર સામખિયાળી હાઇવે પર ગાગોદર નજીક માનગઢ પાટિયા પાસે કોલસા નીચે પડતા હોઇ તેમણે ટ્રેઇલરના સિગ્નલ ચાલુ કરી ઉભું રાખ્યું હતું તે દરમિયાન પાછળથી પુરપાટ આવેલું ડમ્પર તેમના ટ્રેઇલરમાં અથડાયું હતું જેમાં ડમ્પરનો ચાલક અને ક્લીનર ડમ્પરમાં ફસાઇ ગયા હતા જેમાં ડમ્પરના ચાલકને ઇજાઓ પહોંચી હતી તો ક્લીનરનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હોવાનું જાણવા મળતાં તેણે આડેસર પોલીસ મથકે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સામખિયાળી રાધનપુર હાઇવે પર બેફામ વાહન વ્યવહારને કારણે અવાર નવાર જીવલેણ અકસ્મતો સર્જાતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...