કોરોના ઇફેક્ટ:કોરોનાથી કંડલા એરપોર્ટમાં ટ્રાફિક 40% ઘટ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ ટીમના એરપોર્ટ પર ધામાઃ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ અને સર્ટીફિકેટ ચેકિંગ
  • વેક્સિન ન લગાવેલી હોય તેમને આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત પણે કરાવીને એટલો સમય આઈસોલેશનમાં રહેવું પડે છે

કોરોનાના કઠીન કાળ વચ્ચે પણ દેશભરમાંથી નફો રળનારા માત્ર ચાર એરપોર્ટમાં સ્થાન પામતા કંડલા એરપોર્ટના યાતાયાતમા હવે ત્રીજી કોરોના લહેરની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. કંડલા એરપોર્ટ પર અગાઉની તુલનાએ ટ્રાફિક 35 થી 40% જેટલો ઘટી ગયો છે. તો જેટલા પ્રવાસીઓ આવી રહ્યા છે તેમના માટે વિશેષ હેલ્થ ટીમે એરપોર્ટ પર ધામા નાખીને આવતા જતા પ્રવાસીઓનું ટેસ્ટ, સ્ક્રીનીંગ અને સર્ટીફિકેટ ચેકિંગ કરાઈ રહી છે.

કચ્છથી સૌથી વધુ હવાઈ ક્નેક્ટીવીટી ધરાવતા કંડલા એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ કંડલા એરપોર્ટથી અમદાવાદ, દિલ્હી અને મુંબઈ માટે બે એમ ચાર ફ્લાઈટો સરેરાશ ઓપરેટ થઈ રહી છે, તેમાં સામાન્ય સંજોગોમાં જોવા મળતા પ્રવાસીઓના ધસારમાં 35 થી 40% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. પર્યટન માટે આ શ્રેષ્ઠ સમય હોવા છતાં કોરોના ગ્રહણના કારણે પ્રવાસીઓ બહાર નિકળતા ડરી રહ્યા છે તો વધતા કેસોથી પ્રવાસ ન ખેડવાની સલાહ પણ રાજ્ય સરકારો આપી રહી હોવાની અસર જોવા મળી રહી છે.

કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મંઘલે જણાવ્યું કે સામાન્ય સંજોગોની તુલનાએ ટ્રાફિક ઘણો ઘટયો છે, હેલ્થ વિભાગની વિશેષ ટુકડી અહી આવતા જતા દરેક પ્રવાસીઓની સ્ક્રીનીંગ કરીને તાપમાન માપે છે, વેક્સિન સર્ટીફિકેટ ચેક કરે છે. જેમણે બન્ને ડોઝ ન લીધા હોય તેમણે ફરજીયાત પણ કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહે છે.

આરટીપીસીઆરના રિપોર્ટમાં વિલંબ, હોમ આઈસોલેશન નિયમોનું ન થતું પાલન
બહાર થી આગમન કરતા દરેક વેક્સિન ન લીધેલા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવાય છે. જેનો રિપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ લાગી જાય છે ત્યારે ત્યાં સુધી પ્રવાસીને ઘરે હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ અપાતી હોય છે, પરંતુ મોટા ભાગે આ નિયમોનું પાલન થતું જોવા મળતું નથી. જ્યાં સુધી રિપોર્ટ આવે છે ત્યાં સુધીમાં બહાર થી આવેલા વ્યક્તિ ઘણા લોકોને મળી ચુક્યા હોય છે. જેથી પોતે સંક્રમિત હોય તો તે સ્થાનિકોને વાઈરસ આપી ચુક્યા હોય છે. આવી સ્થિતિમાં આ વ્યવસ્થાન ખામી ઉજાગર થતી હોવાનો સુર ઉઠવા પામ્યો છે. જાણકારોનું કહેવું છે કે રિપોર્ટમાં થતા વિલંબને ટુંકાવવા અને દરેક માટે રેપીડ ટેસ્ટ કરવાની દિશામાં પ્રશાસને ધ્યાન આપવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...