તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હકારાત્મક સંદેશ:અફઘાનીસ્તાનના ચાબહાર પોર્ટનો ઉપયોગ ટ્રેડર્સએ કરવો જોઇએ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અટકળો વચ્ચે તાલીબાનના રાજનૈતિક વડાએ હકારાત્મક સંદેશ આપ્યો

અફઘાનિસ્તાન પર તાલીબાનનું સાશન આવ્યા બાદ ભારતના ચબહાર પોર્ટ પ્રોજેક્ટનું શું થશે તેને લઈને આંતરાષ્ટ્રીય બજારમાં ભારે અટકળો હતી. તાલીબાની સરકાર પર ચીન અને પાકિસ્તાનનો પ્રભાવ વધશે તેવી ચર્ચા વચ્ચે તાલીબાનના રાજનૈતિક વડાએ એક વીડીયોના માધ્યમથી એક સંદેશ પાઠવીને ભારત સાથે હકારાત્મક સબંધોની તરફેણ કરતા ચાબહાર પોર્ટનો ઉપયોગ ટ્રેડર્સને કરવા કહ્યું છે. હાલમાં આ દિશાને ભારતની અસમંજસભરી સ્થિતિ વચ્ચે તજજ્ઞો સારી દર્શાવી રહ્યા છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ શું રહેશે તે તો સમય આવ્યેજ સ્પષ્ટ થઈ શકસે.

ઈરાનમાં આવેલા અને ભારતના ડીપીટી, કંડલાથી નજીક પડતા ચાબહાર વિસ્તારમાં ભારતના રોકાણ સાથે પોર્ટનું નિર્માણ કરાશે. જ્યાંથી કાર્ગોને અફઘાનિસ્તાન સુધી લઈ જવા રોડ, રેલવેનો ઉપયોગ કરાશે. જે તમામ માટે ભારત ત્યાં રોકાણ કરશે. ભારત આ પ્રોજેક્ટ થકી વેપાર માટે રોડ ન આપતા પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન, અફઘાનિસ્તાન થકી યુરોપ, રશીયા સહિતના દેશો સુધી પોતાના વ્યાપારિક સબંધોને સ્થાપિત કરીને આદાન પ્રદાનના માર્ગને વધુ સરળ અને મોકળો કરવા માંગે છે.

ભારત સાથેના સબંધો, વેપારની વાત કરીને ચાબહાર પોર્ટનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. તેમણે આ સંદેશમાં કહ્યું કે ભારત સાથેના આર્થિક, રાજનૈતિક અને વેપારી સબંધોને મહત્વ આપે છે અને સીધા સબંધોને પ્રોત્સાહન આપે છે, ચાબહાર પોર્ટ અંગે તેમનો સહયોગ ચાલુ રહેશે, ટ્રેડર્સએ પોર્ટનો ઉપયોગ કરવો જોઇએ, જેના ઉપયોગમાં ટ્રેડને કોઇ બાધા નહિ આવે.

નોંધવુ રહ્યું કે બે વર્ષે પહેલ તત્કાલીન મંત્રી સુષ્મા સ્વરાજના હસ્તે કંડલાથી ઘઉંનો જથ્થો ચાબહાર પોર્ટ મોકલાયો હતો, જે ત્યાંથી રેલ અને રોડ માર્ગે અફઘાનિસ્તાનમાં રાહત દરે પહોંચ્યો હતો. ત્યારબાદ પણ ઘણા કન્સાઈમેન્ટ આ રાહે પહોંચ્યા હતા. હાલ તુરંત કેટલાક સમય માટે તો આ રુટનું ભવિષ્ય ધુંધળુ દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...