તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બેંકીંગ સર્કલ સહિતના વિસ્તારોમાં લાઇટની આવ-જાથી વેપારીઓ ત્રસ્ત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ ફિડરમાં ખોટકાથી ચાર કલાકમાં સાત વખત વીજ પુરવઠો ખોરવાયો
  • બફારાનો સામનો કરતા લોકોને વીજળી પણ ડૂલ થતાં અકળામણમાં થયો વધારો

ગાંધીધામમાં સામાન્ય રીતે પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સુનની કામગીરી અવારનવાર સમસ્યા ઉભી કરે છે. મૂળમાંથી જે ધોરણે કામ થવા જોઇએ તે થતા ન હોવાથી સામાન્ય વરસાદી ઝાપટામાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકો પરેશાન થાય છે. બીજી તરફ આજે કર્ફ ફિડરમાં યાંત્રિક ખોટકાને કારણે બપોરે ચાર કલાકથી રાતના 8 કલાક સુધીના સમયગાળામાં સાત વખત સમયાંતરે 15 મીનીટથી અડધા કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતાં વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. બેંકીંગ સર્કલ સહિતના વિસ્તારોમાં વીજળીની આવનજાવનથી વેપારીઓને ઘરાકીમાં પણ અસર પડી હતી.

લોકડાઉન પછી મળેલી છૂટછાટમાં વેપારીઓ દુકાનો ચાલું રાખે છે. જેમાં કેટલાક વેપારીઓને હાલ મોલ કલ્ચર સામે ઝઝૂમવું પડે છે તેની સાથે સાથે અન્ય પરીબળો પણ મહત્વના બની રહ્યા છે. લોકડાઉનમાં દુકાનો બંધ રાખવાના મુદ્દે અગાઉ સંઘર્ષ પણ થયા હતા અને બેકીંગ સર્કલથી લઇને મુખ્ય બજાર, ચાવલા ચોક સહિતના વિસ્તારોમાં ભાડેથી દુકાન રાખીને ધંધો કરતા વેપારીઓ માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને વેપાર ધંધા બંધ રાખવા પડે તે પોષાય તેમ ન હતા. દરમિયાન આવા વાતાવરણમાં વેપારીઓ ને હજુ કળ વળે તે પહેલા આજે શહેરના મુખ્ય વિસ્તાર ગણાય તેવા સ્થળો પર કે જ્યાં મોટા મોલ પણ આવેલા છે અને બેેંકો પણ આવી છે.

આ વિસ્તારને આવરી લેતા ફિડરમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકો પરેશાન થઇ ગયા હતા. વેપારીઓ પણ ત્રસ્ત બન્યા હતા. એક બાજુ બફારાને કારણે પણ લોકો પરેશાન હતા તેમાં વીજ પુરવઠો ખોરવાતા પરેશાનીમાં વધારો થયો હતો. ડેપ્યુટી ઇજનેર પટેલને પૂછવામાં આવતાં તેની પાસે કોઇ વિગત ન હતી.અન્ય નંબર પર સંપર્કનું કહ્યું તે નંબર પર ફોન રિસિવ ન થતાં શું ખોટકો સર્જાયો તેની વિગત મળી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...