કાર્યવાહી:ભુજ-બરેલી ટ્રેનમાં ગાંધીધામ ઉતરેલો પ્રવાસી દારૂ સાથે જબ્બે

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનોમાં એટેન્ડન્ટ, પ્રવાસી છૂટક દારૂનો વેપલો કરે છે
  • ત્રણ જ દિવસમાં આ જ ટ્રેનમાં બીજી વખત શરાબની હેરાફેરી ઝડપાઇ છે

ગાંધીધામ રેલ્વે મથક પર બરેલી થી ભુજ આવતી ટ્રેનમાં ત્રણ દિવસ પહેલાં એક શખ્સ વિદેશી શરાબની 3 બોટલ સાથે પકડાયા બાદ આટલા જ દિવસમાં આજે ફરી બરેલી થી ભુજ આવેલી ટ્રેનમાંથી ઉતરેલો પ્રવાસી દારૂની 5 બોટલ સાથે પકડાયો છે. ગાંધીધામ રેલ્વે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર – 1 પર આજે સવારે પહોંચેલી બરેલી-ભુજ ટ્રેનમાંથી લાલ કલરની સ્કુલ બેગ લઇને ઉતરેલો પ્રવાસી શંકાસ્પદ ઇસમ રેલ્વે પોલીસને જોઇ ભાગ્યો હતો પરંતુ પોલીસે પકડી પુછપરછ કરતાં સંભલ જિલ્લાનો સરનજિતસિંહ છોટેસિંહ સોડીની બેગ તપાસતાં તેમાંથી રૂ.1,750 ની કિંમતના વિદેશી શરાબની 5 બોટલ મળી આવતાં તેની અટક કરી ગુનો નોંધ્યો હતો.

બુધવારે પણ ના સવારે આ જ ટ્રેનકમાંથી ઉતરેલો શિવમ વાઘેશ્વર શર્મા (દારૂનીસ ત્રણ બોટલ સાથે પકડાયો હતો. બહારથી કચ્છ આવતી ટ્રેનોમાંથી પ્રવાસીઓ, ટ્રેનના એટેન્ડેન્ટ અને સફાઇ કર્મીઓ અવાર નવાર દારૂ સાથે પકડાતા રહે છે, ભુતકાળમાં ગાંજા જેવા માદક પદાર્થ સાથે પણ આરોપીઓલ પકડાયા છે. ટ્રેનો મારફત દારૂની છૂટક હેરફેર અવિરત ચાલુ જ રહેછે તે આ સાબિત થાય છે.

કચ્છ આવતી ટ્રેનમાં તૈનાત સુરક્ષા કર્મીઓના ધ્યાનમાં કેમ ન આવે ?
બહારના રાજ્યોમાંથી કચ્છ આવતી ટ્રેનમાં ખુદ ટ્રેનમાં એટેન્ડેન્ટ, સફાઇ કર્મીઓ તેમજ પ્રવાસીઓ દ્વારા ટ્રેન મારફત દારૂની હેરફેર સતત ચાલુ રહેતી હોય છે. ત્યારે સવાલ એ છે કે, સુરક્ષા માટે ટ્રેનમાં જ તૈનાત સુરક્ષા કર્મીઓને કેમ ખ્યાલ નહી આવતો હોય ?

અન્ય સમાચારો પણ છે...