તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈ-કોન્ફરન્સ:તોલાણી ઈન્સ્ટી. કોરોનાની થીમ પર યોજશે આંતરરાષ્ટ્રીય ઈ-કોન્ફરન્સ

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આઈઆઈટી, આઈઆઈએમની ફૅકલ્ટીનું માર્ગદર્શન, 4 આંતરરાષ્ટ્રીય લેખકો સહિતના પેપર પ્રકાશિત કરશે
 • ઓસ્ટ્રેલિયા, અમદાવાદ સહિતના શૈક્ષણિક સંસ્થાન સાથે સંયુક્ત આયોજન

આદિપુર સ્થિત તોલાણી મોટવાને ઈન્સ્ટ્રીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા ભરુચની નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની સોમલલીત ઈન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ તેમજ ઓસ્ટ્રેલીયાની યુનીવર્સલ બીઝનેશ સ્કુલ સાથે જોડાણ કરીને કોરોના કાળમાંથી ઉભર્યા બાદ કાયમી અને સ્થિર વિકાસ અને તેના દ્રષ્ટીકોણો પર ઓનલાઈન કોન્ફરન્સનું આયોજન કરાઈ રહ્યુ છે. જેમાં 4 આંતરાષ્ટ્રીય લેખકો સહિતના સંશોધન કર્તાઓ પેપર્સ પ્રસ્તુત કરશે.

આ અંગે તોલાણી મોટેવાની ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડાયરેક્ટર ડો. સંપદા કાપસેએ પ્રસાર માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે બે દિવસ ચાલનારા આ ઓનલાઈન અધિવેશનના પ્રથમ દિવસે ગુરુવારે સંશોધનની ગુણવતા અને કઈ રીતે ક્વોલીટી ધરાવતા રિસર્ચ પેપર લખવા તે પર સેશન યોજાયું હતું.

જેમાં આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર સુશીલ અને પુર્વ આઈઆઈએમના ફૅકલ્ટી એમ.આર. દિક્ષીત માર્ગદર્શન આપ્યું હતું. તો શુક્રવારે ગુજરાત ટેક્નોલોજી યુનિ.ના વીસી ડો. નવીન શેઠ, યુનાઈટેડ કિંગડમના ધ ઓપન યુનિ.ના ફેકલ્ટી ડો. દેવેંદ્ર કોડવાની, ઓસ્ટ્રેલીયાના સીડનીના પ્રોફેસર એન્ડ્રુ, અમદાવાદથી ડો. અનીલ ગુપ્તા સહિતના દ્વારા કોરોના કાળ બાદ આર્થિક, સામાજિક, પર્યાવરણ અને શૈદ્ધાતિંક ધોરણે કાયમી અને સ્થીર વિકાસની થીમ પર માર્ગદર્શન આપશે. ડાયરેક્ટર એન.એચ. દરીયાણીએ કેમ્પસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તોલાણી ઈન્સ્ટ્રીટ્યુશનના સ્થાપક કાકા તોલાણીની ઈચ્છા હતી કે કોઇ પણ ભોગે ગુણવતા સાથે કોઇ સમાધાન ના થવું જોઇએ.

તેજ પરંપરાને નિભાવતા રહીને આજદીન સુધી ક્વોલીટીને અહિ પ્રાથમિકતા આપવામાં આવે છે. અને તેનુંજ પરિણામ છે કે તોલાણી મેનેજમેન્ટ સ્ટીડ્ઝના પ્રથમ બેચથીજ રાજ્ય સ્તરે ટોપ ટેનમાં સ્થાન મળવાની શરૂઆત થઈ ગઈ હતી. આ કોન્ફરન્સનું કોર્ડીનેશન ડો. પ્રતિભા નાયર, ડો. તેજસ પુજારા, ડો. અંકિત ગાંધી દ્વારા કરાશે. આયોજનને સફળ બનાવવા ડો. સુરેશ લાલવાણી, પ્રો. પ્રાચી નોટાની, પ્રો. નીરાલી રાઠી, પ્રો. અનુજ શરામા, મોહન મલવાની, વીરામ આહીર, વીજેતા ઉધાની, બીપીન ચૌહાણ સહિતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો