માર્ગદર્શન:તોલાણી એફ. જી. પોલિટેકનિકમાં વિદ્યાર્થિનીઓ તેમજ મહિલાઓને સ્વસુરક્ષાનું માર્ગદર્શન અપાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે પણ માહિતી અપાઇ

તોલાણી એફ.જી. પોલિટેકનિક, આદિપુરના વુમન સેલ તથા પોલીસ વિભાગ- આદિપુર દ્વારા મહિલાઓની સ્વરણક્ષની જાગૃતિ માટેનો કાર્યક્રમ તારીખ 9 એપ્રિલના આચાર્ય સુરેખ પરીખ તથા વુમેન સેલના અધ્યક્ષ ડો. નીતા નાગોરી, હની ગુરાનીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યા હતો.

વિશિષ્ટ વ્યાખ્યાન તેમજ સ્વરક્ષણની વિવિધ તકનિકનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમના અતિથી તરીકે ગાંધીધામના આરપીઆઇ સહદેવસિંહ ચૌહાન તથા પીએસઆઇ હરેશ તીવારી ઉપસ્થિત રહયા હતા. તેઓએ SHE (સેફ, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ) વિષે માહીતગાર કર્યા હતા. સ્વરક્ષણના કાર્યક્રમમાં તાલીમ શિક્ષક તરીકે ચીફ પેટ્રોને કરાટે એસોશીયન, કચ્છના સની બુચીયા તથા કરાટે એસો. કચ્છના પ્રમુખ પીયુષ શ્રીવાસ્તવે વિવિધ પ્રકારની મહિલાઓની સ્વરક્ષણની તકનીકોથી માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં તોલાણી પોલીટેકનિકની 100થી વધુ વિદ્યાર્થીનીઓ તથા મહિલા કર્મચારીએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સિવિલ વિભાગના પાદ્યયાપક પ્રિયંકા ત્રિવેદી, મમતા લાલજી પ્રજાપતિ તથા એસએરઆઇ સંગીતા સાલિયાએ કર્યુ હતું

અન્ય સમાચારો પણ છે...