કાર્યક્રમ:એનએસએસમાં પ્રથમ વર્ષના સ્વયંસેવકોને ટીપ્સ અપાઇ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોલાણી કોલેજોમાં યોજાયો કાર્યક્રમ
  • સમાજમાં ફેલાયેલી બદી નાબૂદ કરવા ભાર મુકાયો

તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એનએસએસ પ્રથમ વર્ષમાં જોડાયેલા નવા સ્વયંસેવકોના સ્વાગત માટે ગેટટુ ગેધરનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ. સુશીલ ધર્માણીએ છાત્રોને આવકારી એનએસએસની સમજણ આપી એનએસએસ માત્ર સાફ-સફાઇ ન રહેતા સમાજમાં ફેલાયેલી બદી કઇ રીતે નાબૂદ થાય તેની ચર્ચા કરી હતી. ગાંધીજી, સરદાર પટેલની સ્વપ્ન અંગે પણ સાર્થક કરવા સ્વયં સેવકોને સમજણ આપવામાં આવી હતી.

એનએસએસ શું છે તેમાં શું પ્રવૃતિ કરવાનીતેની સમજણ પ્રોગ્રામ ઓફિસર ભરત મોઢપટેલે આપીને અગાઉના વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃતિના પીપીટીના નિર્દેશનથી સ્વયંસેવકોને અવગત કરાયા હતા. સ્વયં સેવક યશ માલી અને કલ્પના ગોરે પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. એનએસએસમાં બે વર્ષની સેવા આપનારને પ્રમાણપત્ર અપાયા હતા. 175 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પ્રોગ્રામ ઓફિસર ડૉ. દિશા ગોસ્વામીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...