તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:બાળકોના વિકાસ અંગે વાલીઓને ટિપ્સ

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માતાને ઘરે બાળકને કરાતી પ્રવૃતિની સમજણ અપાશે

કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાલયો બંધ છે, નાની ઉમરના બાળકોને ઓન લાઈન શિક્ષણના નામે મોબાઈલ પકડાવી દેવામાં આવે છે તે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે સાબિત થઇ ચુક્યું છે. આવી પરિસ્થિતિમાં એક માતા જ 100 શિક્ષકની ગરજ સારે એ કહેવત મુજબ - ઘર એ જ વિદ્યાલય બને તે આવશ્યક અને અનિવાર્ય બની ગયું છે.

સરસ્વતી શિશુ મંદિર ગાંધીધામના શિક્ષકોએ લોક ડાઉનના સમયનો સદુપયોગ કરીને બાળકો માટે અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઘરે કરાવી શકાય તે માટેની વિવિધ વિષયોની સામગ્રી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અભ્યાસક્રમ તૈયાર કરી છે. જે માતાઓને શીખવવા માટે અને બાળકોને પ્રત્યક્ષ કરવાનો આનંદ આપવા માટે શિશુ ઉત્સવ કાર્યક્રમનું સરસ્વતી શિશુ મંદિર, વોર્ડ – 7, સી. ગુરુકુળ માર્ગ, ગાંધીધામ મુકામે આયોજન તા.8, 9, 10એપ્રિલના સવારે 9થી 12 રહેશે.

આ કાર્યક્રમનો પૂર્ણ લાભ લેવા ૩ કલાકનો સમય આવશ્યક છે. આ શિશુ ઉત્સવમાં વિવિધ પ્રકારની પંદર જેટલી વ્યવસ્થાઓમાં ત્રણ વર્ષથી પાંચ વર્ષના બાળકો તેના સમગ્ર વિકાસ માટે લગભગ 1000 જેટલી પ્રવૃત્તિઓ કરી શકશે. માતાઓ ઘરે બાળકોને કેવી રીતે આ પ્રકારે પ્રવૃત્તિ કરાવી શકે તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળશે. આ શિશુ ઉત્સવમાં કોઈ પણ માતા – પિતા તેના 3થી 5 વર્ષના બાળકને નિ:શુલ્ક આ પ્રવૃત્તિઓનો લાભ અપાવી શકશે. કોરોના પ્રોટોકોલ પાલન મુજબ માસ્ક અને શારીરિક અંતર સાથે આ ઉત્સવમાં આવવા અગાઉથી સમય મેળવી આવવું જરૂરી છે. વિશેષ માહિતી અને સમય નોંધાવવા ચૈતાલીબેન ત્રિવેદીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો