તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પૂર્વ કચ્છમાં ત્રણ દ્વિચક્રીની ચોરી : અંજારના ગેરેજમાં રિપેરિંગમાં આવેલી બાઇક ચોરાઇ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉના સર્વિસ સ્ટેશનમાંથી તો આધોઇમાં ઘર પાસેથી વાહન ઉપડી ગયા
  • ચોરાઉ બાઇકથી લૂંટના બે બનાવ બાદ હવે વાહન ચોરી પોલીસ ત્યારે જ નોંધે છે

અંજારની બે લૂટના બનાવમાં બાઇક ચોરીના હોવાનું ખુલ્યા બાદ હવે પોલીસ જે તારીખે વાહન ચોરી થાય તે જ દિવસે ચોરીની ઘટના નોંધી રહી છે. અંજારના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી બાઇક ચોરી થઇ હોવાની, ભચાઉના સર્વિસ સ્ટેશનમાંથી તેમજ આધોઇમાં ઘર પાસે પાર્ કરેલા વાહન ચોરી થયા હોવાની ત્રણ ઘટના પૂર્વ કચ્છમાં નોંધાઇ છે.

નવા અંજારમાં ખલીફા સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા અનવર જુસબ લોઢિયાના ગેરેજમાં ગત સવારે તેમના ગ્રાહક કાસમભાઇએ પોતાનું રૂ.20,000 ની કિંમતનું બાઇક રિપેરિંગમાં રાખ્યું હતું. બપોરે એક વાગ્યે પાર્ક કરેલું તેમનું બાઇક રાત્રે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરવાના સમયે ન દેખાતાં આસપાસ શોધ્યું પણ ન મળતાં આ બાબતે તેમણે બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ભચાઉ તાલુકાના આધોઇ ખાતે રહેતા 70 વર્ષીય દેવાભાઇ ખેતાભાઇ દુબરિયાએ ગત બપોરે દોઢ વાગ્યે ખેતરેથી ઘરે આવી ઘર પાસે ઝાડ નીચે પોતાનું રૂ.40,000 ની કિંમતનું બાઇક પાર્ક કર્યું હતું. જમીને બપોરે ત્રણ વાગ્યે બહાર આવ્યા ત્યારે બાઇક ન દેખાતાં આસપાસ તપાસ કર્યા બાદ બાઇક ચોરી થયું હોવાની સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તો ભચાઉના સિતારામપુરા ખાતે રહેતા ભુપેન્દ્રસિંહ મદનસિંહ જાડેજાએ પોતાનું રૂ.15,000 ની કિંમતનું બાઇક બજરંગ આઇ માતા હોટલ પાસેના સર્વિસ સ્ટેશન પર પાર્ક કરેલું હતું જે તા.20/8 ના માત્ર અડધા કલાકમાં ઉપડી ગયું હતું જાતે શોધખોળ કરી છતાં ન મળતા આ બાબતે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...