તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કટારીયા પાસે મંદિરના ગ્રાઉન્ડમાંથી ત્રણ લાખનું બાયો ડિઝલ ઝડપાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાગડમાં બાયો ડિઝલના ધંધાર્થીઓ પર તવાઇ જારી
  • પૂર્વ કચ્છ એસઓજીએ 10.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

રાજ્ય સરકારે બેઝ ઓઇલના ગેરકાયદેસર ધંધા ઉપર તૂટી પડ્યા હોવાની આપેલી સૂચનાના બીજા દિવસે ખોડાસર પાસેની હોટલમાં ચાલતા કાળા કારોબાર ઉપર એલસીબીએ દરોડો પાડ્યા બાદ બીજા દિવસે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કટારિયા પાસે આવેલા મંદિરના ગ્રાઉન્ડમાં બાતમીના આધારે દરોડો પાડી રૂ.3 લાખના બાયો ડિઝલ સાથે બે જણાને પકડી લઇ મામલતદારને જાણ કરી વધુ તપાસ માટે લાકડિયા પોલીસ મથકને સોંપી વાગડમાં તવાઇ જારી રાખી હતી.

આ બાબતે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ વિગતો આપી હતી કે, ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાના કટારિયા ગામના પાટિયા પાસે રાજબાઇ માતાજીના મંદિરના ખુલ્લા ગ્રાઉન્ડમાં દરોડો પાડી રૂ.3,00,000 ની કિંમતના 5,000 લીટર ગેરકાયદેસર બાયો ડિઝલના જથ્થા સાથે નવા કટારિયાના યુવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને રતનાલના નિલેશ મકનજી કાનજીભાઇ માતાને પકડી લઇ રૂ.7,00,000 ની કિંમતનું ટેન્કર અને રૂ.60,000 ની કિંમતની ઇલેક્ટ્રિક મોટર નળી મળી કુલ રૂ.10,60,000 નો મુદ્દામાલ જપ્ત કરી ભચાઉ મામલતદારને જાણ કરી વધુ તપાસ માટે લાકડિયા પોલીસને સોંપ્યા હતા. આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ સાથે પીએસઆઇ એન.કે.ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...