તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આગ હી આગ’:કચ્છમાં હિટવેવ વચ્ચે શુક્રવારે ત્રણ આગના બનાવ બન્યાં; નારાણપર પાસે ટ્રક પુલમાં ખાબકી, આગ લાગતાં એક ભૂંજાયો, 1 ને ઇજા

ગાંધીધામ, ભચાઉ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગ લાગતા કેબિનમાં બેસેલો એક આધેડ જીવતો ભૂંજાયો હતો - Divya Bhaskar
આગ લાગતા કેબિનમાં બેસેલો એક આધેડ જીવતો ભૂંજાયો હતો
 • ભુજની ફાયર ફાઇટર ટીમે આગ ઉપર કાબુ લીધો
 • એક લાપત્તા હોવાનું પણ ફાયર બ્રીગેડે જણાવ્યું

ભુજ નજીક નારાણપર રોડ ઉપર પુલ નીચે ટ્રક ખાબક્યા બાદ ટ્રકની કેબિનમાં આગ ભભૂકી ઉઠતાં ટ્રકમાં સવાર એક આધેડ જીવતો ભૂંજાયો હોવાની અરેરાટી ભરી ઘટના બની હતી. આ બાબતે ફાયર ફાઇટર ટીમે આપેલી વિગતો મુજબ , ગત બપોરે નારણપર રોડ પર પુલિયા માં Gj-12-AZ-3292 નંબરનું ટ્રેઇલર કોઈ કારણસર અકસ્માત થતાં પુલિયા નીચે ખાબક્યું હતું. ટ્રેઇલર નીચે ખાબક્યા બાદ ટ્રેઇલરની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી.

ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી હતી
ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી હતી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલરૂમે ભુજ ફાયર ફાઇટર ટીમને જાણ કરતાં ટીક ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આ આગમાં ભારાસર રહેતો 50 વર્ષીય આધેડ માલશી જશાભાઇ બૂચિયા જીવતો ભુંજાઇ ગયો હતો. તો એક વ્યક્તિ નો આબાદ બચાવ થયેલ અને એક વ્યક્તિ ની શોધખોળ ચાલુ હોવાનું ફાયર ફાઇટર ટીમે જણાવ્યું હતું. આ કામગીરી માં યશપાલસિંહ વાઘેલા, સાવન ગોસ્વામી, સુરપાલસિંહ જાડેજા જોડાયા હતા. જો કે માનકુવા પોલીસ મથકે આ બાબતે મોડે સુધી માત્ર જાણવા જોગ નોંધ થઇ હતી. પીએસઆઇ બી.એસ.જાડેજા અને ટીમે ઘટનાસ્થળે જઇ તાગ મેળવવા પ્રયાસ ચાલુ કર્યા હતા.

મોટી ચિરઈ પાસે ચાલતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી
મોટી ચિરઈ પાસે ચાલતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી

મોટી ચિરઈ પાસે હાઇવે પર ચાલતી કાર સળગી ઉઠી
ભચાઉ તાલુકાના મોટી ચિરઈ પાસે ચાલતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામે રહેતા હુસેન ઓસમાણ કુંભાર પોતાની એક્સયુવી 500 કારથી જતા હતા ત્યારે મોટી ચિરઈ પુલિયા પાસે પહોંચતા ચાલતી કારમાં સૉર્ટ સર્કિટ થતા તેમાં આગ લાગી ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક ભચાઉ ફાયર ફાયટરનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ ફાયર ફાયટર આવે તે પહેલાં જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગમાં ભેંસ પણ સળગી ગઈ હતી
વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગમાં ભેંસ પણ સળગી ગઈ હતી

વામકામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ભેંસ જીવતી ભૂંજાઇ
ભચાઉ તાલુકાના વામકા ગામે બપોરે વિજલાઈનમાં થયેલ સૉર્ટ સર્કિટના કારણે બનેલા આગના બનાવમાં ખીલે બાંધેલી ભેંસનું સળગી જતાં મોત થયું હતું. તેમજ 80 હજારનો ચારો પણ બળી ગયો હતો. ભચાઉમાં આવેલા બાપુનગર હનુમાન મંદિરની પાછળના નરપતસિંહ મહિપતસિંહ જાડેજાના વાડામાં બપોરના બારથી એક વાગ્યાના સમયે એકાએક આગ લાગવાનો બનાવ બન્યો મળ્યો હતો. જેમાં ઢોરઢાંખર માટે રખાયેલ ઘાસચારો સળગીને ખાખ થયો હતો, તેમજ તેની સાથે ખીલે બંધાયેલી ભેંસ પણ સળગીને મૃત્યુ પામી હતી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નજીકમાંથી પસાર થતાં વીજ લાઈન માંથી બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા સૂકા ઘાસચારામાં આગનો તણખો અડતા આગનો બનાવ બન્યો હતો. જેમાં અંદાજિત 80 હજારની ભેંસ જીવતી સળગી ગઈ હતી. નાના વાંકા ગામમાં બનેલા બનેલા બનાવ સંદર્ભે લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા. બનાવના પગલે ભચાઉ નગરપાલિકાના ફાયર ઓપરેટર પ્રવીણ દાફડા સાથે ટીમ ઘટનાસ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો