તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલી લીધો:ફ્લોટિલા સ્ટોરમાંથી 6.50 લાખની ઝીંક પ્લેટ ચોરનાર ત્રણ દબોચાયા

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી સ્ટોરની ચોરીનો ભેદ એક જ દિવસમાં ઉકેલાયો
  • કંડલા મરિન પોલીસે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો

કંડલા પોર્ટના ફ્લોટિલા સ્ટોરનું તાળું તોડી રૂ.6.50 લાખની ઝીંકની 450 પ્લેટોની ચોરીને અંજામ આપનાર ત્રણ તસ્કરોને તમામ મુદ્દામાલ સાથે દબોચી લઇ કંડલા મરિન પોલીસે એક જ દિવસમાં આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.

આ બાબતે પીઆઇ એ.જી.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.7/7 ના સાંજે 5 થી તા.8/5 ના સવારે 8 વાગ્યા દરમિયાન દીન દયાળ પોર્ટના ફ્લોટિલા સ્ટોરનું તાળું ખોલી સ્ટોરમાં રાખેલી રૂ.6.50 લાખની કિંમતની 450 ઝીંકની પ્લેટોની ચોરી થઇ હોવાની ફરિયાદ સ્ટોરના સુપ્રિટેન્ડેન્ટ નિતિનભાઇ મગનભાઇ કેનિયાએ નોંધાવ્યા બાદ બાતમી મળી હતી કે આબનાવને અંજામ આપનાર ચોરાઉ પ્લેટ વેંચવા કારમાં નીકળવાના છે. આ બાતમીના આધારે ઝીરો પોઇન્ટ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની મારૂતિ ફ્રન્ટી કાર નિકળતાં તેને રોકી જુના કંડલાના ઇફ્કો ઝૂંપડામાં રહેતા લતિફ કરીમ નિગામણા અને મીઠા પોર્ટમાં રહેતા સાલે સિદ્દિક નિગામણાને ચોરાઉ ઝીંકની 40 પ્લેટો સાથે પકડી પુછપરછમાં તેમણે ચોરી કરેલો માલ કાર્ગો ઝૂંપડામાં રહેતા રામચંદ્ર ઉર્ફે લાલો રામલખન રોધાને આપ્યો હોવાનું જણાવતાં તેને પણ બાકીની 341 જીંકની પ્લેટો સાથે પકડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કામગીરીમાં પીઆઇ સોલંકી સાથે હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

ચોરાઉ પ્લેટો મકાનના ટાંકામાં સંતાડી હતી
કંડલા પોર્ટના ફ્લોટિલા સ્ટોરમાંથી ચોરેલી 450 પ્લેટો પૈકી કારમાં વેંચવા નિકળેલા બે આરોપીને 40 પ્લેટો સાથે પકડી લીધા બાદ આરોપીએ જેને આ ચોરાઉ માલ આપ્યો હતો તે કાર્ગોમાં રહેતા રામચંદ્ર ઉર્ફે લાલાએ બાકીની પ્લેટો મકાનના ભોયતળિયામાં બનાવેલા ટાંકામાં સંતાડી હતી.

અન્ય સમાચારો પણ છે...