બેઝ ઓઈલ સપ્લાય:હજી પણ ગાંધીધામથી દરરોજ હજારો લીટર બેઝ ઓઈલ સપ્લાય થઈ રહ્યું છે!

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 72 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાણ થઈ રહ્યો છે, કેરબા પર કમિશનની ઓફર
  • રાજસ્થાનના નાગોરથી મોટો જથ્થો જપ્ત, લાડનુંમાં રોજ 300 લીટર કેરબામાં આવે છે

બેઝ ઓઈલના કારોબાર પર રાજ્ય સરકારે ધોંસ જમાવવાનું કહ્યા બાદ એકાએક પડેલા દરોડાઓ બાદ એવું લાગ્યુ કે આ ગેરકાનુની કારોબાર બંધ થઈ ગયો છે. પણ તેની 'સેટીંગો' બેસી ગઈ હોવાની વાતો વહેતી થતા અને રાજસ્થાનમાં ગાંધીધામથી બેઝ ઓઈલનો જથ્થો રોજ પહોંચી રહ્યો હોવાના અહેવાલ સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

રાજસ્થાનના સુત્રોએ જણાવ્યું હતું કે ત્યાં નાગોરથી બેઝ ઓઈલનો મોટો જથ્થો ઝડપાયો હતો તો લાડનુંમાં રોજ ત્રણસો લીટર આ પ્રકારનો જથ્થો કેરબાઓ થકી આવે છે. જે તમામ ગાંધીધામથી આવી રહ્યો છે, આવી સ્થિતિમાં સ્ટેટ મોનીટરીંગ સેલ કે અન્ય એજન્સીઓ પણ રસ દાખવે તો ફરી એક વાર મોટા માથાઓની સંડોવણી ખુલી શકે તેમ છે, નોંધવુ રહ્યું કે પુર્વ કચ્છ નહિ, પરંતુ મોરબી પોલીસેજ ગાંધીધામના એક મોટા બેઝ ઓઈલ વીક્રેતાને પકડી લઈ ગઈ હતી, ત્યારબાદ ઘણા નામોની ચર્ચા ચાલી પણ પોલીસે તેમાંથી કોઇની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું નહતું.

સુત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના લાડનુ બસ સ્ટેશનથી ડીડવાનાથી બીકાનેર જતી બસોમાં ખાલી ડ્રમો રાખવામાં આવે છે અને સાંજે ડીડવાના બીકાનેરથી પરત આવતી બસોમાંથી બસ સ્ટેન્ડ પાસે ચાની હોટલમાં સાંજે ઉતારી લેવાય છે. જે પુષ્કર થી સુજાનગઢ જતી બસોમાં પણ સવાર કરાવીને બીકાનેર અને અજમેર જતી આવતી બસોના ટેંક ફુલ કરવા માટે વપરાય છે. સ્થાનિકોએ કહ્યું કે ગાંધીધામથી 72 રુપીયા પ્રતિ લીટરની કિંમતે તે આવી રહ્યુ છે, કન્ડેક્ટરને પ્રતિ કેરબા 200 રુપીયાની કમીશન મળે છે.

સરકારી અધીકૃત પેટ્રોલપંપો પર ડીઝલનો ભાગ 102ના આસપાસ છે ત્યારે પુર્વ કચ્છમાં જોવા મળ્યું હતું તેમ રાજસ્થાનમાં પણ હવે પેટ્રોલ પંપની ખરીદી પર અસર જોવા મળી રહી છે. આ તપાસનો રેલો વહેલો મોડો ગાંધીધામ આવીને પ્રશ્નો પેદા કરશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...