તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:વિવિધ સ્તરે કામગીરી કરનારાઓનું લાયોનેસ ક્લબ દ્વારા સન્માન થયું

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોજેક્ટ્સ, પત્રકારીતા સહિતના ક્ષેત્રોમાં એવોર્ડ આપી બહુમાન કરાયું

ગાંધીધામમાં લાયોનેસ ક્લબ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ક્લબમાં તેમજ સમાજમાં વિવિધ સ્તરે પ્રકલ્પ, પત્રકારીતા સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે કાર્યરત રહેનારાઓનું સન્માન કરાયું હતું. લાયોનેસ પ્રમુખ આશાબેન ગુલરાજાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતુ, જેમાં ક્લબના પુર્વ પ્રમુખોનું મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. જેમાં ગર્વનર ધીરેન મહેતા, પુર્વ પ્રમુખ નેહા વોરા સાથે નરેશ બુલચંદાણી, ગિરધર વિધાણી, વિનોદ મેઘાણી, રાજેશ ગોમ્બર, હેમંત ભટ્ટ, વિશાલ દુનેજા, સંજીવ ભાર્ગવ, રવી પમવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મીડીયા ક્ષેત્રે થયેલા નોંધપાત્ર કાર્યો બદલ જગદીશ પંડ્યા,પ્રદીપ જોશી, સંદીપ દવે,શંકર આડવાણીનું સન્માન કરાયું હતું. પ્રમુખ આશાબેનએ સહુને મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કંચનબેન વિનાયકે કર્યુ હતુ તો બીના લખવાણી, શોભનાબેન સહિતના સભ્યોનું સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિ હાથ ધરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...