તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના પર્વ નિમીતે ઉજવણીના રંગમાં ભંગ ના પડે તે માટે ફાયર બ્રીગેડ સહિતની વ્યવસ્થાઓ મોટા દિવસો વચ્ચે પણ સતર્ક અને સજ્જ રહી હતી. સદભાગ્યે કોઇ મોટી ઘટના શહેરમાં બની ન હોવાનું જાણવા મળે છે તો વધુ એક વાર રાજવી ફાટક પાસે અને સપનાનગરમાં બાવળમાં આગ લાગી ગઈ હતી. જે આગળ વધીને નુકશાન કારક સાબીત થાય તે પહેલાજ સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરીને તેને કાબુમાં લઈ લીધી હતી. તો બીજી તરફ શહેર મધ્યે બોમ્બને ફેંકવા જતા હાથમાંજ ફુટી જવાની બે અલગ અલગ ઘટનાઓમાં યુવાન દાઝી જતા તેને સારવાર માટે ખસેડવાની જરૂર પડી હોવાનું પણ સામે આવ્યું હતું.
બે દિવસ અગાઉ રાજવી ફાટક પાસે બાવળની ઝાડીઓમાં અને ત્યારબાદ કેબીનમાં પણ આગ લાગી જતા ફાયરબ્રીગેડએ સ્થળ પર પહોંચીને તેને કાબુમાં લીધી હતી. આસપાસ વીજ વાયરો હોવાના કારણે વિસ્તારમાં વીજપુરવઠો પણ બંધ રાખવાની ફરજ પડી હતી. તો દિવાળીના રાત્રે પણ આ સ્થળ આસપાસ અને સપાનનગરમાં આગ લાગી ગઈ હતી. જેને સ્થાનિકોએ સતર્કતા સાથે સંભાળીને પાણી નાખી કાબુમાં કરી લેતા મોટી ઘટના બનતામાં અટકી હતી. નોંધવું રહ્યું કે, શહેરના જીઆઇડીસી વિસ્તારમાં દરરોજ ઉઠતા ધુંમાડા અને કચરામાં લગાવાતી આગ લોકો માટે સમસ્યાનો સબબ બની ગયો છે. જે અંગે પણ ફરિયોદ થતી હોવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.