તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રેલવે કોલોની ગેટ પાસે દબાણ ના જોઇએ

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા ગેટનું નિર્માણ થનાર હોવાથી 25 મીટર દૂર સુધી કોઇ કેબીન ન રાખવા ARMની તાકીદ
 • પ્રશાસનની મૌન મુક સહમતી અંગે એઆરએમએ રીજનલ કમિશનર સુધી કરી હતી રજૂઆત

ગાંધીધામના કલેક્ટર રોડ પર નાળાના વિસ્તરીકરણમાં બાધક તેના પર બનેલા દબાણોને હટાવવા માટે યેનકેન પ્રકારે ચાલેલા પ્રયાસોના અંતે તે નિર્માણ થયા બાદ હવે તેના પર કન્ટેનર કેબીનોનું નિર્માણ થઈ રહ્યું છે. જાણે પ્રશાસનની મુક સહમતી સાથે આ પ્રક્રિયા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તે અંગે રેલવે વિભાગે તેના વિરુદ્ધ સ્થાનિક કક્ષાએ થી લઈને રીજીનલ કક્ષા સુધી પત્ર પાઠવીને પરિસ્થિતિ અંગે સુચીત કર્યા હતા. રેલવે કોલોનીના ગેટ આસપાસ કોઈ દબાણ નહિ ચલાવી લેવાય તેવો હુંકાર રેલવે પ્રશાસન દ્વારા કરાયો હતો.સુત્રોએ જણાવ્યું હતું કે રેલવે કોલોનીની બહાર આવેલા નાળા પર વર્ષોથી બનેલી દુકાનોના કારણે તેના નિર્માણ અને સફાઈનું કાર્ય થઈ શકતું નહતું. ત્યારબાદ રેલવે અને નગરપાલિકા વચ્ચે મળેલી બેઠકમાં જૉઇન્ટ ઑપરેશન કરીને દબાણ હટાવ કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર તેમાં પાલિકા બેકફુટ પર ચાલી જતા રેલવે દ્વારાજ સૌથી પહેલા રેલવેના ગેટ આસપાસના 10 મીટર સુધીના દબાણ હટાવી નાખ્યા હતા. તો હવે જ્યારે પ્રશાસન દ્વારા આખુ દબાણ હટાવીને તેના પર થઈ રહેલા નવા નિર્માણ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેલવે પ્રશાસને તે અંગે નગરપાલિકા, સમાહર્તા થી લઈને રીજનલ ઓફિસ સુધી પત્ર વ્યવહાર કર્યો હતો. એઆરએમ આદિશ પઠાનીયાએ આ અંગે જણાવ્યું કે હાલ જે નિર્માણ થઈ રહ્યું છે તે અને જવાબદાર તંત્ર વચ્ચેનો મામલો છે પણ રેલવે ગેટનું નવું નિર્માણ થવાનું છે, જેથી ગેટની આસપાસ 25 મીટર સુધી કોઇ દબાણ કે કેબીન ચલાવી નહી લેવાય.

રેલવેના વિકાસ કાર્યોમાં કંડલા અને કાર્ગોના બાધક દબાણો હટાવાશે
તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા કંડલા સરવા ઝુપડા અને કાર્ગોમાં કેટલાક બાંધકામમાં નોટિસ ચોંટાડીને તેને થોડા દિવસોમાં હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. જે અંગે કોંગ્રેસએ વધુ એક વાર રજૂઆત કરીને જ્યાં સુધી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યા સુધી દબાણ ન હટાવવાની રજુઆત કરી હતી. તો રેલવે વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે રેલવેનાજ વેર હાઉસ સહિતના પ્રોજેક્ટના નિર્માણમાં આડા આવનારા દબાણોને દુર કરવા માટે વિભાગ કટીબદ્ધ છે. જે માટે જરૂર જણાતા પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો