તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કાસેઝમાં 100 બેડ સહિતની વ્યવસ્થા તૈયાર પણ ડોક્ટર, નર્સનો અભાવ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પ્લાન્ટ માટે પણ હાથ ધરાયા પ્રયાસ
  • કંડલાએ શરૂ કરી આંશીક કોવિડ હોસ્પિટલ
  • મેડિકલ સ્ટાફ મેળવવા દરેક સંભવ કોશિશ અમારા દ્વારા કરાઈ રહી છેઃ ઝોનલ ડીસી

રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે અગ્રણીઓની સાથે મળીને થોડા સમય અગાઉ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને કાસેઝની મુલાકાત લઈને બંન્ને સ્થળોએ મળીને કુલ 300 બેડની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. પરંતુ મંત્રી માત્ર કહીને ચાલ્યા ગયા હોય અને ત્યારબાદ કોઇ મદદ કે ફોલોઅપ ના લેતા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે બંન્ને પ્રોજેક્ટ્સની ગતી ખુબ ધીમી અને કોઇને કોઇ કારણોસર તે કેટલાક સ્તરે અટકેલા છે. ડીપીટી હજી પુરા 100 બેડ સાથે કાર્યાન્વિત નથી થઈ શકિ પરંતુ તેના દ્વારા અગાઉથી ઉપલબ્ધ સ્ટાફને તે માટે લગાવાઈ દેવાયો છે.

તો કાસેઝ દ્વારા અડધા બેડ સહિતની સામગ્રી તૈયાર હોવા છતાં મેડિકલ સ્ટાફ અને ઓક્સિજનની નિયમીત સપ્લાયના અભાવના પ્રશ્નો સામે આવી રહ્યા છે. કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનના ઝોનલ ડીસી ડો. અમીયા ચંદ્રાએ જણાવ્યું હતું કે મંત્રી સાથે બેઠકમાં અમે વિવિધ નિર્ણયો લીધા હતા, જે અનુસાર અમે જગ્યા અને સેટઅપ માટેની તૈયારીઓ પુર્ણ કરી છે. હાલ અમારી પાસે ઝોનમાં 100 પથારીઓ અને તે સાથે દોઢ જેટલી પેરાસેટામોલ તેમજ અન્ય સામગ્રીઓ ઉપલબ્ધ છે.

તો 7 નર્સ અને 5 ડોક્ટરોની ટીમ પણ છે, પણ 50 થી 100 લોકોની હોસ્પિટલ શરૂ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ સીફ્ટમાં કામ કરી શકે તેવી 16 નર્સ, 12 ડોક્ટરની આવશ્યકતા છે. જે પ્રાપ્ત કરવા તેવો બહુઆયામી પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ મહાબંદર કંડલા સરકારના દબાણ બાદ આખરે સફાળું જાગીને કેટલાક બેડ ઉપલબ્ધ કરાયા છે. જેમાં દર્દીઓની સારવાર શરૂ કરી દેવાઈ છે.

નગરસેવકો પોતાનો વોર્ડ સંભાળે તો પણ રાહત થાય
હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે તાજેતરમાંજ ચૂંટાયેલા નગરસેવકો માટે આ ઉતમ સેવાનો મોકો હોવાનો સુર સોશિયલ મીડીયાના માધ્યમોમાં ઉઠવા પામ્યો છે. વિવિધ લોકોએ કરેલી પોસ્ટ, કોમેન્ટો અને વાઈરલ કરેલા સંદેશાઓમાં જણાવાયું હતું કે જો દરેક નગરસેવક 10 બેડની જવાબદારી પણ સંભાળી લે તો ગાંધીધમા સંકુલમાં 540 લોકો તેનાજ વિસ્તારમાં સચવાઈ જશે. પરંતુ તેની આગેવાની કોણ કરે ? તે પ્રશ્ન છે. આદિપુર સ્થિત કેટલાક તત્વો તો આવી પરિસ્થિતીમાં પણ પોતાના ધંધા વેપાર ચાલુ રાખ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો