તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:સુભાષનગરની કુરિયર પેઢીમાંથી 2.57 લાખની ચોરી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા જ નોકરીએ લાગેલા કર્મચારી સામે શંકાની સોય

ગાંધીધામના વોર્ડ- 8/બીમાં આવેલી કુરિયર પેઢીમાંથી રૂ2.27 લાખ રોકડ તથા રૂ.30 હજારની કિંતના 6 પાર્સલ મળી કુલ રૂ.2.57 લાખની ચોરીની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીધામ સુભાષનગરમાં આવેલી આઇડેન્ટીફાય પ્લસ ડીલીવરી સર્વિસિસ પ્રા.લી. રાજકોટની કુરિયર પેઢીમાં બે દિવસમાં થયેલા વકરાની રૂ.2,27,000 રોકડ રકમ તેમજ રૂ.30,000 ની કિંમતના 6 પાર્સલ મળી કુલ રૂ.2,57,000 ની ચોરીનો બનાવ બન્યો હોવાની ફરિયાદ કુરિયર પેઢીના ભાર્ગવભાઇ વિપુલભાઇ સુરાણીએ નોંધાવી છે.

જેમાં તેમણે જણાવ્યા મુજબ તેમને વિશાલ રમેશભાઇ સોલંકી નામની વ્યક્તિ મળતાં તેમને નોકરીએ રાખ્યો હતો. બે દિવસથી નોકરીએ આવેલા વિશાલે પ્રથમ દિવસે જ આવેલી રકમના હિસાબમાં ગોટાડો કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાનું તેમણે જણાવી બીજા જ દિવસે તેણે આ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા પોલીસ સમક્ષ તેમણે ફરિયાદમાં વ્યક્ત કરી છે. એ-ડિવિઝન પીઆઇ ડી.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદી ભાર્ગવભાઇએ જે શંકા વ્યક્ત કરી તે દિશામાં વિશાલ રમેશભાઇ સોલંકીની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તે અમદાવાદ તરફ જતો રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગળપાદરમાં લાકડા ભરેલી બોલેરો ઉપાડી જઇ 1.40 લાખની ચોરીને અંજામ અપાયો
ગળપાદરની આર્મી ગેટ પાસે આવેલી નાગેશ્વર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય મેરાભાઇ હીરાભાઇ ડાંગરે તા.11/6 ના રોજ સાંજે પોતાની રૂ.1,00,000 ની કિંમતની બોલેરો પીક-અપ ગાડીમાં વરસામેડીના રામદેવ ટીમ્બરમાંથી રૂ.40,000 ની કિંમતના લાકડા ભરી ઘર પાસે બોલેરો પાર્ક કરી હતી.

તા.12/6 ના સવારે ઉઠીને જોયું તો લાકડા ભરેલી તેમની બોલેરો ગાડી ન દેખાતાં તેમણે આસપાસ જાતે શોધખોળ કરી હતી પરંતુ ન મળતાં તેમણે પોતાની રૂ.1 લાખની કિંમતની બોલેરો તથા રૂ.40 હજારની કિંમતના લાકડા સહિત કોઇ અજાણ્યા તસ્કરોએ રૂ.1,40,000 ની ચોરી કરી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...