તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો ત્રસ્ત:ગાંધીધામમાં એક દિવસમાં 3 બાઇકની ચોરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં ફરી વાહન ચોરીનો ભેદ ઉકેલાવાની શક્યતા ?
  • ભચાઉના જંગીમાં પણ ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરાયું : સતત વાહન ચોરીના બનાવોથી લોકો ત્રસ્ત

પૂર્વ કચ્છમાં જ્યારે એક દિવસમાં એક સાથે ત્રણ કે તેનાથી વધુ બાઇક ચોરીની ફરિયાદ નોંધાય ત્યારે પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હોવાનું જાહેર કરાતું હય છે. ગઇકાલે ફરી એક જ દિવસમાં પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુરમાં જ ત્રણ અને ભચાઉના જંગી ગામે એક એમ ચાર વાહન ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

પડાણામાં રહેતા નવિનભાઇ શંભુભાઇ હુંબલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત સવારે તેમના પિતા ભચાઉ ગાંધીધામ રોડ પર આવેલી અજમેરી હોટલની બાજુમાં આવેલા લાભેશ્વર મહાદેવ મંદરે દર્શનાર્થે ગયા હતા. તેઓ બાઇક મંદિર બહાર પાર્ક કરી દર્શન કરવા ગયા બાદ પરત બહાર આવ્યા ત્યારે બાઇક જોવા ન મળતાં તેેમણે પુત્રને વાત કરતાં જાતે શોધખોળ કરી પરંતુ ન મળતાં પોતાનું રૂ.20,000 ની કિંમતનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

તો અંજારના વરસામેડી ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર મહેશભાઇ દેવરાજભાઇ ડાંગરે પોતાનું રૂ.30,000 ની કિંમતનું બાઇક એરપોર્ટ ચાર રસ્તા પાસે તા.26/8 ના સાંજે 6 વાગ્યે પાર્ક કર્યું હતું. તેમણે રાત્રે 8:30 વાગ્યે પરત આવીને જોયું તો બાઇક ન દેખાતાં આસપાસ શોધખોળ કરી પરંતુ ભાળ ન મળતાં આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

તો અંજારના ભીમાસરમાં રહેતા ટ્રાન્સપોર્ટર સાહિલ નારાણભાઇ ઝીલરિયા ગત સવારે તેમના કૌટુંબિક મામા ગગુભાઇ ભીખાભાઇ ડાંગરનું રૂ.25,000 ની કિંમતનું બાઇક લઇ મિત્ર દિપકભાઇ ઢીલા સાથે અંજાર કામ પતાવી આદિપુરના વોર્ડ-3/એ માં મિત્ર દિપકભાઇના ઘર પાસે પાર્ક કરી તેમના ઘરમાં ગયા હતા. તેમના ઘરેથી સાંજે 5 વાગ્યે બહાર નિકળ્યા ત્યારે બાઇક જોવા ન મળતાં આસપાસ તપાસ કરાવી પરંતુ ન મળતાં આ બાબતે આદિપુર પોલીસ મથકે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તો ભચાઉ ના જંગી ગામમાં રહેતા જેહાભાઇ મેપાભાઇ રબારીએ તા.25/8 ના રાત્રે 8 વાગ્યે પોતાનું બાઇક ઘર પાસે હેંડલ લોક કર્યા વગર પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારે ગાયો ચરાવવા નિકળી ગયા બાદ સાંજે પાંચ વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે બાઇક ઘર પાસે ન દેખાતાં આસપાસ શોધ્યા બાદ તેમણે પોતાનું રૂ.35,000 ની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાવી છે.

જો..જો વળી અંજારની લૂંટ જેવું ન થાય !
અંજારમાં બાઇક પર અહાવેલા શખ્સોએ આંગડીયા સંચાલકની કાર સાથે અકસ્માતનું તરકટ રચી રૂ.65 લાખની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનામાં આરોપી જે બાઇક લઇને આવ્યા તે બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું અને આ બાઇક ચોરીની ફરિયાદ ત્યારે જ ન નોંધનાર પોલીસ કર્મી વિરૂધ્ધ પગલાં પણ ભરાયા હતા ત્યારે પૂર્વ કચ્છમાં રોજિંદી બનતી વાહન ચોરીની ઘટનામાં જો.. જો ફરી અંજારની લૂંટ જેવું ન થાય તેવું નોંધવું પણ અતિશયોક્તિ નથી. કારણ કે બાઇક ચોરી નોંધાવવા જતા ફરિયાદીઓને મોટા ભાગે પોલીસ મથકેથી પહેલાં જાતે તપાસ કરવાનું કહેવામાં આવતું હોવાની રાવ અનેક વખત ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...