પોલીસને પડકાર:રેલવે કોલોનીમાં બંધ ઘરના તાળા તોડીને ચોરી

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામની રેલવે કોલોનીમાં ટુંક સમયમાં ત્રીજી ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત કરવાની માંગ ઉઠવા પામી છે.

રેલવે કોલોનીના ઘર નં. 87એમાં તસ્કરોએ તાળા તોડી, દરવાજાની બાજુમાંથી તોડફોડ કરીને બંધ ઘરમાં પ્રવેશ કરી આખા ઘરમાં ઉથલપાથલ કરીને જે શક્ય બન્યુ તે ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો. રેલવે સ્ટેશનના ઉપપ્રંધક એસ.કે. વર્મા તા.13/11થી રજા પર હતા ત્યારે બુધવારના પરત ફરતા ઘરની હાલત જોઇ ચોરી થયાનું સામે આવતા પોલીસ બોલાવાઈ હતી. જોકે, મોડી રાત સુધી આ અંગે ફરિયાદ ચોપડે ચડી નહતી, જેથી ચોરીમાં કેટલાનો સામાન ગયો છે તે સ્પષ્ટ થઈ શક્યું નહતું. દરમ્યાન સ્થાનિકોમાં સતત ચોરીઓથી ભય વ્યાપ્યો છે અને પોલીસને સતત પેટ્રોલીંગ કરવા, સીસીટીવી સહિતની વ્યવસ્થાઓને ચુસ્ત કરવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...