તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂકાવટ કે લીયે ખેદ હૈ:થિયેટરો હજી ચાલુ નહીં થાય!, કોરોના કાળ બાદ 50% ની ક્ષમતા સાથેની શરૂ કરવાની પરવાનગી મળી પણ ફિલ્મો ક્યાં?

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં સુધી મુંબઈ ચાલુ નહીં થાય, નવી ફિલ્મો રિલીઝ નહીં થાય ત્યાં સુધી સિનેમાગૃહો શરૂ કરવાનો અર્થ નહીં હોવાનો સુર

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢેક વર્ષેથી બંધ રહેલા સિનેમા ઉધોગને કરોડોનું નુકશાન થયું છે. ત્યારે હવે જ્યારે ગુજરાત સરકારે 50%ની ક્ષમતા સાથે થિયેટરોને શરૂ કરવાની પરવાનગી આપી છે ત્યારે પણ બહુ જલદી મોટા પરદા પર લોકો ફિલ્મો નિહાળી શકશે તેવી કોઇ સંભાવના નજીકના ભવિષ્યમાં દેખાઈ નથી રહી.

કચ્છભરમાં સૌથી વધુ સિનેપ્લેક્ષો ગાંધીધામ, આદિપુરમાં આવેલા છે ત્યારે તેના સંચાલકોનો સંપર્ક સાધતા મહતમનો સુર એવો સામે આવ્યો હતો કે જ્યાં સુધી મુંબઈનો ફિલ્મ ઉધોગ શરૂ નહિ થાય કે નવી ફિલ્મો શરૂ નહી થાય ત્યાં સુધી થીએટરો શરૂ કરવાનો કોઇ અર્થ સરતો નથી. જુલાઈ મહિનાના અંતે કેટલીક રિલીઝ થઈ રહેલી બીગ બજેટ મુવી બાદ ફરી સીનેમાગૃહોમાં રોનક પાછી આવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

અત્યારે ચાલુ થશે તો મેઈન્ટેનશન ભારે પડશે
હાલ રાત્રે 9 વાગ્યા સુધી છેલ્લો શો પણ પુરો કરી દેવા જણાવાયુ છે તો નવી ફિલ્મો પણ આવી નથી રહી. સ્પષ્ટ બાબત એવી છે મુંબઈ ખૂલશે ત્યારે જઈને થિયેટરોમાં ખોવાયેલી રોનક ફરી આવી શકે, હાલ તો ફિલ્મો પણ રીલીઝ નથી થતી ત્યારે થિયેટર શરૂ કરવાનો અર્થ બનતો નથી. અધુરામાં પુરુ કોઇ નવી ગુજરાતી ફિલ્મો પણ આવી નથી રહી. ત્યારે થિયેટર શરૂ કરવા કોઇ મેઈન્ટન, હિંદી તો ઠીક પણ ગુજરાતી ફિલ્મો પણ નથી આવતી. જેના કારણે દર્શકોને સિનેમાગૃહો સુધી લાવવા કઠીન છે.- કૈલાશ પેતાની, સિનેમા ડીજીટલ એન્જિનિયર

બે વર્ષેથી હાલત ખરાબ, જુલાઈમાં કદાચ શરૂ થાય
છેલ્લા બે વર્ષથી સીનેમાગૃહોની હાલત ખરાબ થઈ ગઈ છે, સ્ટાફને અમુક સમય સુધી તો પગાર આપ્યા પણ લાંબું ખેંચાય તેમ ના લાગતું હોવાથી કેટલાક સ્ટાફને છુટો પણ કરવો પડ્યો છે. જ્યાં સુધી મહારાષ્ટ્ર, મુંબઈનો ફીલ્મ ઉધોગ શરૂ નહી થાય ત્યાં સુધી અહિ થિયેટર શરૂ કરવાઓ કોઇ અર્થ સરતો નથી. એટલે મહતમ આ દિશામાં પ્રયાસ નહિ કરે, કદાચ જુલાઈ મહિનામાં ધીમી ધારે આ દિશામાં શરૂઆત થઈ શકે. પરંતુ તમામ આધાર મહારાષ્ટ્રની પોલીસી પર છે.- અર્જુન જગેશીયા, સિનેમા ઓનર એક્ઝીબ્યુટર ઈન્ડિયા કમિટીના સભ્ય.

23 જુલાઈના બોલિવુડની મોટી રિલીઝ થવાની શક્યતા
હાલમાં જે પરવાનગી મળી છે તે માત્ર ગુજરાત સરકાર દ્વારા અપાઈ છે. મુંબઈ, દિલ્હીમાં પરિસ્થિતિ પહેલા જેવીજ છે. જેથી નવી ફિલ્મો નહિ આવે ત્યાં સુધી થિયેટરોને શરૂ કરવાનો અવકાશ બનતો નથી. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર 23 જુલાઈમાં એક મોટી ફિલ્મ આવી રહી છે, ત્યારે કે તે પહેલા કોઇ હોલિવુડ ફિલ્મથી ધીમે શરૂઆત થઈ શકે છે, પરંતુ હાલ તાત્કાલિક તો સિનેમા ગૃહો શરૂ કરવાનો સંયોગ દેખાઈ નથી રહ્યો. આમ આગામી મહિને થિએટરો ફરી સક્રિય થાય તેવું હાલના સમીકરણો પરથી લાગી રહ્યું છે.- ઓમ નાવાણી, ઓમ સીનેપ્લેક્ષ.

અન્ય સમાચારો પણ છે...