તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજ્વળ કારકિર્દી માટે નવો અભિગમ:બંગાળની ચૂંટણીમાં ગાંધીધામના યુવાનનો રહ્યો અગત્યનો ફાળો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર, ઈજનેર, સીએ જેવા ક્ષેત્રે સફળ થઇ આગળ વધી રહ્યા છે

ગાંધીધામના સ્મિત માહેશ્વરીએ માઉન્ટ કાર્મલ સ્કૂલ માં હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરી અને તે દરમિયાન સ્કૂલના સ્ટુડન્ટ લીડર તરીકે રહી પોતાના ઈરાદાનો અણસાર આપેલ હતો. ત્યારબાદ આઇ.ટી. ઈજનેરના અભ્યાસ દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ઇન્ટર ઝોનલ ક્વિસ પ્રાયોગિતામાં વેસ્ટ બંગાળ- મેદનીપુર ખાતે સુવર્ણ પદક હાસિલ કર્યો હતો.

હંમેશ કંઈક જુદું કરવાની વૃત્તિને લઇ માસ્ટર ડિગ્રી માટે મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાં એડમીન લીધું, અને સોશ્યિલ એન્ટ્રોપ્રિનિયોરમાં માસ્ટર્સ કર્યું. આ દરમિયાન ભારતનાં રાજકારણ ક્ષેત્રે ઇલેકશન સ્ટ્રેટેજીસ્ટ પ્લાનર પ્રશાંત કિશોરનું સફળતા પૂર્વક આગમન થઇ ચૂક્યું હતું.

કેમ્પસ પસંદગી બાદ સ્મિત માહેશ્વરીને જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીને અનુંસંધાને કામગીરી સોંપવામાં આવી હતી જેમાં બેન્ગલુરું, ચિન્નાઈ, હૈદરાબાદ વગેરે જગ્યાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષથી પ્રશાંત કિશોરની આઇપીએસીમાં સિનિયર પોલિટિકલ એનાલિટિક તરીકે વેસ્ટ - બંગાળમાં ચૂંટણી માટે કામગીરી કરી હતી. બંગાળનાં સરહદના ગામડા ખૂંદી નાખવા તેમજ નવા લોકો, નવા રીતભાત, નવી ભાષાના સ્થાનિકો સાથે હળીમળી કામ કરવા નો અનુભવ તેણે લીધો હતો.

યુવાનોએ રાજકારણમાં ઝંપલાવવા અને પ્રિન્ટ મીડિયામાં વાંચવા ભાર મૂક્યો
બંગાળના ઇલેકશનના પરિણામ પછી કોલકાતાથી પાછા ફરેલા સ્મિતે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે યુવાનો માટે ઉજવળ કારકિર્દી ની ખુબજ તકો છે. ઇલેકશન સ્ટ્રેટેજીકલ પ્લાંનિંગ હવેના સમયની રાજકીય માંગ તેમજ જરૂર છે, જે મમતા બેનર્જીના બંગાળના ઇલેકશનના પરિણામથી પુરવાર થયું છે. જે ચૂંટણીની સમગ્ર વ્યૂહ રચના ટીમ આઈપીએસી દ્વારા કરવામાં આવી હતી.

યુવા- શક્તિ કંઈક વિશેષ કરવાની ઈચ્છા રાખતી હોય, ભારતના રાજકારણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માંગતા હોય તેમણે આ દિશામાં આગળ વધવું જોઈએ અને લોકોના મૂળભૂત અધિકારો અને પાયાના મુદ્દાઓને સરકારના ધ્યાન પર લાવવા તે વ્યક્તિગત રીતે પ્રજાલક્ષી રાજકારણ મા ફાળો આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ખરાબ રાજનીતિ નિંદનીય છે, પરંતુ પ્રજાનાં પાયાનાં પ્રશ્નોને વાચા આપવી તેવું રાજકારણ ઇચ્છનીય છે. તફાવત કરવો તે મહત્વપૂર્ણ છે. પ્રિન્ટ મીડિયાને મહત્વ આપો અને અખબાર વાંચો. ડબલ્યુ ડબલ્યુ એફ જેવી ટી.વી ચેનલો જોવાનું બંધ કરો તેવું સ્મીતે અંતમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...