તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના યુવાને છ મહિના સુધી એક પ્રોડક્ટ પર રિસર્ચ કર્યું અને અંતે જન્મી એવી મશીન, કે જે ચીન કે જાપાનથી આયાત કરવામાં આવે તો 5 થી 9 લાખ સુધીનો ખર્ચ આવે છે, પણ સ્થાનિક ધોરણે યુવાને માત્ર 35 હજારમાં પડે એવી સ્ક્રીનિંગ પ્રિન્ટિંગ મશીનનું નિર્માણ કર્યું હતું. પ્રિન્ટિંગ ક્ષેત્ર સાથે લાંબા સમયથી જોડાયેલા અને સામાજિક સ્તરે પણ કાર્યરત પ્રવીણભાઈ શામજીભાઈ નીંજારે કોરોના કાળમાં ફેલાઈ રહેલી બેકારી અને તેમના વ્યવસાયમાં પણ હાથમાં કેમિકલ લાગવાના કારણે કારીગરોને પહોંચતા શારીરીક નુકશાનથી વ્યથીત થઈને નવા મશીનના નિર્માણ માટે કામ હાથ ધર્યું હતું. છ મહિનાથી વધુ સમય સુધી સતત આ દિશામાં દોડધામ અને રિસર્ચ તેમજ નવા નવા પ્રયોગો કર્યાના અંતે હવાથી ચાલતું સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન બનાવવામાં સફળતા મેળવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારનું મશીન ચીન કે જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જે સ્થાનિક ધોરણે 5 થી 9 લાખ જેટલું મોંઘુ પડે છે. આ મશીન 35 હજારથી આસપાસજ પડશે અને આ પાછળ તેનો હેતું આર્થિક ઉપાર્જન નહિ પરંતુ દરેકને મદદરુપ થવાનો છે. આ વિષયના જાણકાર ના હોય કે દિવ્યાંગ હોય, તે પણ આનો ઉપયોગ કરીને લગ્ન કંકોત્રી, પેમ્પલેટ, વીઝીટીંગ કાર્ડ, ટીશર્ટ વગેરે બનાવીને પગભર થઈ શકે તે ઉદેશ્ય સાથે તેમણે આ નિર્માણ કર્યું હતું. તો બીજી તરફ મીકેનીઝમના અભાવે હાથેથી કરાતા આ કામમાં કારીગરોને હાથ વાટે શરીરમાં જતા શારીરીક નુકસાન પહોંચતું હોવાથી, તેને પણ રોકવાના ધ્યેયને તેવો આ સર્જન થકી પામી શક્યા હોવાનું જણાવ્યું હતું.
પુરતો સામાન પણ નહતો, અન્યોના સહયોગથી પુરુ થયું કાર્ય
પ્રવીણભાઈએ જ્યારે ભારતમાં ઘર આંગણેજ આવું મશીન કેમ ના બની શકે ? તે પ્રશ્ન ઉદભવ્યો અને તે માટેનું કાર્ય આરંભ્યું ત્યારે પુરતા સંશાધનો તેમની પાસે ઉપલબ્ધ નહતા. જેથી તેમણે ન માત્ર પોતાની તમામ બચત આ સંશોધન પાછળ ખર્ચી કાઢી પણ મીત્રો અને સહબંધુ વ્યવસાયીઓની પણ મદદ લઈને તેમના ઓજારો માંગી માંગીને આ મશીનનું નિર્માણ કાર્ય ચાલુ રાખ્યું. પોતે 10મી 5 વાર ફેઈલ થયા હોવા છતાં અન્યોને સહયોગી થવાની ભાવના સાથે શરૂ કરેલા યજ્ઞને પુરુ કર્યું હતું. આ મશીનનું નામ તેમણે ડિસ્કો 2020 અને વ્યવસ્થાનું નામ તેમની પુત્રીના નામે દિશા રાખ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.