છેતરપિંડી:સસ્તા દરે લોનની લાલચમાં યુવાને 2.06 લાખ ગુમાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વાસમાં લીધા બાદ વિવિધ ફી પેટે નાણા ઉઘરાવાતા રહ્યા

ગાંધીધામમાં ખાનગી નોકરી કરતા યુવાનને ફોન કરી સસ્તા દરે લોન આપવાની લાલચ આપી ચીટરે વિવિધ ફી ના નામે રૂ.2.06 લાખ યુવાન પાસેથી ધૂતી લીધા હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

અંજારના વરસામેડી ખાતે રહેતા 46 વર્ષીય અશોકકુમાર મંશારામ મિશ્રા કાસેઝમાં આવેલી કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. ગત તા.16/7/2021 ના તેમને અજાણ્યા નંબર ઉપરથી ફોન પર રોહતાસકુમાર નામ જણાવી આદિપ્ય બિરલા કેપિટલ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી સસ્તા દરે રૂ.5,00,000 સુધીની લોન તમારે લેવી હોય તો તમને મળી શકે છે કહેતાં ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે તમારો વિશ્વાસ કેવી રીતે કરી શકાય ? તેમ કહેતાં રોહતાસ નામના વ્યક્તિએ સોશિલ મિડિયા મારફત પોતાના આધારકાર્ડ, પાનકાર્ડ અને આદિત્ય બીરલા કેપિટલ કંપનીનું ઓળખ કાર્ડ મોકલી વિશ્વાસમાં લીધા હતા. તેમણે લોન બાબતે તત્પરતા દેખાડતાં આ કંપનીના મેનેજર હોવાનું કહેનાર મનોજ પી નામના ઇસમે તા.16/7/21 અને તા.17/7/21 દરમિયાન અલય અલગ ફી પેટે ફોન પે અને ગૂગલ પે મારફત રૂ.2,06,299 ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ અલગ અલગ રકમની માગણીઓ ચાલુ રાખતાં વિશ્વાસઘાત થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તરત તેમણે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ ગુનો નોંધાવ્યો હતો.

કોરોના કાળમાં નાણાકિય હાલત બગડતાં લોન માટે તત્પરતા બતાવાઇ
આ ખાનગી કંપનીના કર્મચારીએ પણ પોતાની સાથે છેતરપિંડી કરાઇ હોવાની ફરીયાદમાં તેમણે જણાવ્યું છે કે, કોરોનાને કારણે આર્થિક તંગી હોવાને કારણે આદિત્ય બીરલા કેપિટલ કંપનીનું નામ અને ઓળખ કાર્ડ બતાવતાં વિશ્વાસમાં આવી લોન લેવા લલચાયા હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...