તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:રાપરથી ગુમ થયેલી યુવતી કાંકરેજથી મળી

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • LCBએ શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

રાપરના સમાવાસમાંથી તા.26/11 ના લાપત્તા બનેલી યુવતીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાંકરેજ તાલુકામાંથી શોધી માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ બાબતે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ બી.જે.જોષીએ વિગતો આપી હતી કે, તા.26/11 ના રાપરના સમાવાસમાં રહેતી 19 વર્ષીય યુવતી કવિતાબેન બાબુભાઇ દાફડા અચાનક ગુમ થઇ ગયા હતા.

આ બાબતે તેમના વાલીએ નોંધાવેલી ગૂમ નોંધ બાદ પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુમ થનાર યુવતીની વિગતો મેળવી રાપર પોલીસને સાથે રાખી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામમાંથી શોધી માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. પરિવારે પોલીસને કામગીરી બીરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સાથે રાપર પોલીસ મથકના પીઆઇ જી.એલ.ચૌધરી તેમજ એલસીબી અને રાપર પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો