તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સામખિયાળીમાં સામે કેમ જુએ છે કહી યુવાનને છરી ઝીંકાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હુમલો કરનાર અજાણ્યા ઇસમ વિરૂદ્ધ તેણે ફોજદારી નોંધાવી

સામખિયાળી ટોલ ગેટ પાસે આવેલી હોટલમાં અજાણ્યા ઇસમે તું મારી સામે કેમ જુએ છે કહી હાથમાં છરી ઝીંકી દીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સામખિયાળીના શાંતિનગરમાં રહેતા 26 વર્ષિય અનવર સુમારભાઇ સીદીને ગત રાત્રે તેમના મિત્ર મનિષભાઇ કોલીનો ફોન આવતાં તેઓ તેમની બાઇક લઇ સામખિયાળી ટોલ ગેટ પાસે આવેલી પ્રેમલ હોટલ પર ગયા હતા.

તેઓ ત્યાં હાજર કિન્નર રાણી માસી સાથે વાત કરી મિત્રની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ત્યાં ઉભેલા એક અજાણ્યા ઇસમે તું મારી સામે આંખો કાઢીને કેમ જુએ છે ? કહેતાં તમણે હું તને ઓળખતો નથી તારી સામે આંખો કાઢીને શુ કામ જોઉ કહેતાં ઉશ્કેરાયેલા અજાણ્યા ઇસમે છરી કાઢી તેમને ડાબાહાથના કાંડાના ભાગે છરી ઝીંકી દીધી હતી.

આ ઘટના સમયે બે ત્રણ જણા આવી જતાં તે બાઇક લઇનેભચાઉ તરફ ભાગ્યો હતો જેનો ફરિયાદીએ રામદેવપીર સુધી પીછો પણ કર્યો હતો.તેમણે 22 થી 25 વર્ષના લાગતા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

વરસાણામાં ટ્રક ડ્રાઇવર ભાડું માંગવા જતા માર મરાયો
અંજાર તાલુકાના વરસાણા પાસે આવેલી કંપનીમાં ટ્રક ડ્રાઇવર ભાડું માંગવા જતા તેને માર મારવામાં આવ્યો હતો. આ અંગે અંજાર પોલીસ મથકેથી ગાંધીધામબી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે કામ કરતો લેકરાજ સોદાન મીણાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 19/8ના ફરિયાદીને શેઠે કહેતા યુ.પી.ના બરેલીથી 42 ટન માલ ભરી વરસાણાની ઓરીએન્ટલ પ્લાયમાં તા. 27/8ના પહોંચ્યો હતો. જ્યાં પહોંચી ભાડું માંગવા જતા ઓફિસમાં બેઠેલા એક શખ્સે ખલાસી દિનેશ નંદલાલને થપ્પડ મારી હતી.

બાદમાં કંપનીના શેઠ હેમંતભાઈએ આવીને ધોકાથી ફરિયાદી તથા ખલાસીને માર મારી ભાડું માંગશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...