તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આડેસરમાં દબાણ મુદ્દે યુવાનને પાવડાથી માર મરાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે મહિલા સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાપર તાલુકાના આડેસર ગામે દબાણ મુદ્દે યુવાન પર બે મહિલા સહિત ચાર જણે હુમલો કરતા તેને અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. ગામના પરમારવાસમાં રહેતા 35 વર્ષીય પ્રેમજીભાઇ રમુભાઇ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે, તા.26/12 ના સવારે તેઓ પોતાની જીપ લઇને ખેતરે જઇ રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીની બાજુમાં રહેતા હુશેન આદમભાઇ ઘાંચીના ઘર પાસે પહોંચ્યા ત્યારે ઝરીનાબેન હુશેનભાઇ ઘાંચીએ ઉભા રહેવા ઇશારો કરતાં તેઓ ઉભા રહેતાં જ ઝરીનાબેને તરત જ તમે મને વારંવાર ધાક ધમકી કેમ કરો છો કહેતા તેમણે હું કોઇને નડતો પણ નથી અને જાહેર રસ્તાના દબાણમાં હું કોઇને કહેવા નવરો પણ નથી કહેતાં ઝરીનાબેને બોલાચાલી કરતાં હુશેનભાઇ, જાવેદભાઇ નુરમામદ મહીડા અને જાવેદભાઇના માતા ત્યાં ધસી આવ્યા હતા જેમાં જાવેદભાઇએ પાવડાના હાથા વડે અને બાકીનાઓએ ગડદાપાટુનો માર મારી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી જાતિ અપમાનિત શબ્દો ઉચારી ગાળો આપી હતી. આડેસર પોલીસે ચારે વિરૂધ્ધ એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો